તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેદસ્વિતાની સફળ સર્જરી:ભારતમાં પહેલીવાર અમદાવાદમાં એક જ પરિવારના 7 સભ્યોની એક સાથે બેરિયાટ્રીક સર્જરી થઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક જ દિવસે એક જ પરિવારના સાત સભ્યોની સર્જરી કરાઈ - Divya Bhaskar
એક જ દિવસે એક જ પરિવારના સાત સભ્યોની સર્જરી કરાઈ
  • ભાવનગરના આ જ પરિવારના અન્ય 4 સભ્યોએ ગયા મહિને સમાન પ્રકારની સર્જરી કરાવી હતી
  • છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની 100 સર્જરી કરવામાં આવી

અમદાવાદમાં ન્યૂરો વન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક જ દિવસમાં એક જ પરિવારના 7 સભ્યોએ બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. ગત સપ્તાહે સર્જરી કરાવ્યા પછી આ 7 દર્દીઓના વજનમાં 3થી 6 કીલોનો ઘટાડો નોંધાયો છે. આ દર્દીઓમાંથી 5 દર્દી ડાયાબિટીસથી પિડાતા હતા. આમાંના બે દર્દી ફેટી લીવર સાથે સંકળાયેલા સિરોસીસ ઓફ લીવરથી પિડાતા હતા. ભારતમાં આ સર્જરી પહેલીવાર થઈ હોવાનું ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું છે.

પરિવારના સભ્યો મેદસ્વિતાનો ભોગ બન્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના એક પરિવારના 7 સભ્યોએ 19 માર્ચે અમદાવાદમા ન્યૂરો વન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. આ પરિવાર જીનેટીક પરિબળોના કારણે તથા જીવનશૈલીને લગતા મુદ્દાઓના કારણે મેદસ્વીતાનો ભોગ બન્યો હતો. આ ગાળામાં, આ પરિવારના 7 સભ્યો ઉપરાંત અન્ય 4 સભ્યોના પણ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ જ પરિવારના અન્ય 4 સભ્યોએ ગયા મહિને આ હોસ્પિટલમાં સમાન પ્રકારની સર્જરી કરાવી હતી.

સર્જરી બાદ વજનમાં 50-60 કિલો જેવો ઘટાડો
એશિયન બેરિયાટ્રીક્સના ચીફ બેરિયાટ્રીક સર્જન ડો.મહેન્દ્ર નરવરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં પહેલીવાર એક પરિવારના 7 સભ્યો પર બેરિયાટ્રીક સર્જરી થઈ ડો. મહેન્દ્ર નરવરિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, એક જ પરિવારના 7 સભ્યો પર બેરિયાટ્રીક સર્જરી થઈ હોય તેવું અમારા ધ્યાનમાં નથી. આવું ભારત અને ગુજરાતમાં પહેલીવાર થયું છે. સર્જરી બાદ વજનમાં 50-60 કિલો જેવો ઘટાડો થશે.

એક વર્ષમાં આવી આશરે 100 સર્જરી કરાઈ
હોસ્પિટલમાં વિકસાવવામાં આવેલી નવી ટેકનિકથી સર્જરી 30 થી 45 મિનિટમાં જ પૂર્ણ કરી શકાય છે. અગાઉ આ પ્રકારની સર્જરીમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો. દર્દી થોડાક કલાકો પછી ચાલતો થઈ જતો હતો તેના બદલે હવે દર્દી બે કલાકમાં જ ચાલતો થઈ જાય છે. અગાઉ દર્દી બે દિવસ પછી ખોરાક લઈ શકતો હતો તેની તુલનામાં હવે સર્જરી પછી દર્દી 4 કલાકમાં ખોરાક લઈ શકે છે. તે ઉપરાંત 24 કલાકમાં દર્દીને રજા આપી દેવાય છે. છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની આશરે 100 સર્જરી કરવામાં આવી છે.”

દર્દીનું હોસ્પિટલમાં ઓછુ રોકાણ
દર્દીનું હોસ્પિટલ ખાતેનું રોકાણ ટૂંકાવીને દર્દીને કોવિડ-19નો ચેપ લાગવાની સંભાવના ઓછામાં ઓછી કરી દીધી છે. આ ઉપરાંત મેદસ્વી લોકોને કોવિડ સંબંધિત કો-મોર્બિડીટીની સંભાવના વધુ હોવાથી તેમના માટે મેદસ્વીતા વધુ જોખમી બની શકે છે. અમે એવું પણ અવલોકન કર્યું છે કે જે દર્દીઓએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેમને કોવિડના કોમ્પલીકેશન્સની શક્યતાઓ ઘટી જાય છે.”

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો