ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં (GTU) કોરોનાકાળમાં પણ ટેક્નિકલ,મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. GTUમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે. ગુજરાતમાં છેલ્લા 1 દશકથી વિવિધ મલ્ટી નેશનલ કંપની માટે હબ બન્યું છે. ત્યારે GTU દ્વારા વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી શકે તે અર્થે તાજેતરમાં રોમાનીયાના ATI સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર GTU એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી છે.
સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ GTUમાં પ્રવેશ મેળવે છે
GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના વરદ હસ્તે આ પ્રોગ્રામનો શુભારંભ કરાયો હતો. ડિજીટલ માધ્યમ થકી રોમાનીયાથી જોડાયેલા મોન્ડલી લેંગ્વેજ લર્નિંગ એપના ગ્લોબલ ડિરેક્ટર ક્રિશ નીકોફરે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ GTUમાં પ્રવેશ મેળવે છે. ઉપરાંત GTUના વિદ્યાર્થીઓ પણ વિદેશની કંપનીમાં નોકરી મેળવતાં હોવાથી આ પ્રોગ્રામ ખૂબ જ મદદરૂપ થશે.
વિદ્યાર્થીઓ અનૂકૂળતાએ 41માંથી કોઈ પણ ભાષા શીખી શકશે
મોન્ડલી રોમાનિયાના ATI સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલ લેગ્વેંજ લર્નીંગ એપ્લિકેશન છે. જેમાં જુદાં- જુદાં દેશની 41થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનો મૂળહેતુ વૈશ્વિક સ્તરે જુદી-જુદી સંસ્કૃત્તિમાં બોલાતી ભાષાઓને દરેક વિદ્યાર્થી શીખી શકે અને તેના કાર્યસ્થળ પર પણ તેનો સવિશેષ ઉપયોગ કરે. GTUમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવામાં પણ સરળતાં રહશે. ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓને ફ્રેન્ચ, જર્મન, સ્પેનિસ, અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા શીખવી હોય તો, મોન્ડલીના લાયસન્સથી પોતાના લેપટોપ,મોબાઈલ,ટેબ્લેટ કે કૉમ્પ્યુટરમાં તેમની અનૂકૂળતાએ 41માંથી કોઈ પણ ભાષા શીખી શકશે.
GTUના વિદ્યાર્થીઓ 990 રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશે
અંદાજીત 9 હજાર રૂપિયાની કિંમતમાં મળતાં સબસ્ક્રિપ્શનને GTUના વિદ્યાર્થીઓ માત્ર 990 રૂપિયાની કિંમતે પ્રતિ 1 વર્ષ માટે સબસ્ક્રાઈબ કરી શકશે. આ એપ્લિકેશનમાં દરેક ભાષાના શબ્દભંડોળ,વાક્ય રચના અને તેને કેવી રીતે બોલી શકાય વગેરે દરરોજ અપલોડ કરવામાં આવે છે. કોઈ પણ ભાષાને તેના શરૂઆતના સ્તરથી ઉચ્ચત્તમ સ્તર સુધી શીખવા માટેની તમામ સુવિધા એપ્લિકેશનમાં છે. જેનો લાભ GTUના વિદ્યાર્થીઓ,રીસચર્સ અને ફેકલ્ટીઝને પણ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.