તોલમાપ વિભાગનો સપાટો:અમદાવાદમાં પહેલીવાર તોલમાપ વિભાગના ભઠિયારગલીની મટન શોપમાં દરોડા, અમદાવાદ વન મોલના 9 ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભઠિયારગલીમાં આવેલી મટન શોપની તસવીર - Divya Bhaskar
ભઠિયારગલીમાં આવેલી મટન શોપની તસવીર
  • તોલમાપ વિભાગના દરોડામાં 3 મહિલા તોલમાપ ઈન્સ્પેક્ટર પણ શામેલ હતી
  • ભઠિયારગલીમાં દરોડા દરમિયાન સ્થિતિ વણસતા સ્થાનિક પોલીસની મદદ લેવી પડી
  • નિયમોનો ભંગ કરતી મટન શોપનું લાઇસન્સ રદ કરી કાર્યવાહી કરાશે​​​​​​​​​​​​​​​​​​​​​

શહેરમાં આજે તોલમાપ વિભાગ દ્વારા અમદાવાદ વન મોલમાં આવેલા ફુલ કોર્ટ તથા ભઠીયાર ગલીમાં આવેલા મટન શોપમાં ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ વન મોલમાં 9 ફૂડ કોર્ટ તથા ભઠિયાર ગલીમાં 13 દુકાનો સામે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ભઠિયાર ગલીમાં તોલમાપ વિભાગના આ દરોડામાં 3 મહિલા તોલમાપ ઈન્સ્પેક્ટર પણ શામેલ હતી.

અમદાવાદ વન મોલમાં 9 ફૂડ કોર્ટ સામે કાર્યવાહી
અમદાવાદ વન મોલમાં આવેલા ફુડ કોર્ટ દ્વારા ગેરરીતી આચરતા હોવાની ફરિયાદ વારંવાર મળતી હતી. જેને લઈને આજે તોલમાપ વિભાગના અધિકારી તેમજ નિરીક્ષકો દ્વારા ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરી કુલ 9 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ એકમો સામે મેનુ કાર્ડમાં જથ્થો ન દર્શાવવા બાબતે, વજન કાંટો ન રાખવા બાબતે, વજનમાં ઓછું આપવા બાબતે તથા ટેસ્ટીંગ વજન ન રાખવા બાબતે ધી લીગલ મેટ્રોલોજી એકટ તથા નિયમોના ભંગનો કેસ કરવામાં આવ્યો છે.

આ એકમો સામે કાર્યવાહી કરાઈ
આ એકમો સામે કાર્યવાહી કરાઈ

ભઠિયારગલીમાં 13 દુકાનો સામે કેસ
આવી જ તે જ પ્રમાણે આસ્ટોડિયામાં ભઠીયાર ગલી ખાતે આવેલી મટન શોપમાં પણ ઓચિંતા દરોડા પાડી કુલ 13 દુકાનો સામે ઉકત કાયદાના ભંગ મામલે પ્રોસીક્યુશન કેસ કર્યો છે. જોકે અહીં દરોડાની કાર્યવાહી દરમિયાન વાતાવરણ તંગ બનતા સ્થાનિક પોલીસને પણ બોલાવવામાં આવી હતી. તોલમાપ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ભઠીયારગલીમાં પ્રથમવાર કરવામાં આવી હતી.

તોલમાપ વિભાગના મહિલા ઈન્સ્પેક્ટરની તસવીર
તોલમાપ વિભાગના મહિલા ઈન્સ્પેક્ટરની તસવીર

તોલમાપ વિભાગની સાથે આ દરોડામાં નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી પણ જોડાઈ હતી. હવે નિયામક ગ્રાહક સુરક્ષા દ્વારા ઉકત એકમો તથા દુકાનોની માહિતી સંબંધિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિકારી તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર, કમિશ્નર જી.એસ.ટી.ને આપી તેમના લાયસન્સ રદ કરવા, દંડાત્મક કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...