PCIમાં ગુજરાતને પ્રતિનિધિત્વ:ફાર્મસી કાઉન્સિલમાં પહેલીવાર ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું, ABVPની પેનલ તરફ દાવેદારી કરનાર ડો. મોન્ટુ પટેલ બિનહરીફ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાર્મસી કાઉન્સિલ ઓફ સ્ટેટના ચેરમેન મોન્ટુ પટેલ - Divya Bhaskar
ફાર્મસી કાઉન્સિલ ઓફ સ્ટેટના ચેરમેન મોન્ટુ પટેલ
  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગવર્નિંગ બોડીમાં કુલ 74 જેટલા સભ્યો
  • પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સહિત ચાર એક્ઝિક્યુટિવ સભ્યોની ચૂંટણી યોજાતી હોય છે
  • ગુજરાતમાં 75 હજારથી વધારે ફાર્માસિસ્ટના પ્રશ્નો તથા સમસ્યાઓનું નિરાકરણ માટે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત થઈ શકશે

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( PCI)માં પહેલીવાર ગુજરાતનું પ્રતિનિધિત્વ મળ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ કથા એક્ઝિક્યુટિવ મેમ્બરની ચૂંટણીમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલના ચેરમેન ડો. મોન્ટુ પટેલે બિનહરીફ જીત મેળવી છે. તેમણે ABVPની પેનલ તરફથી પોતાની દાવેદારી નોંધાવી હતી

મોન્ટુ પટેલ ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ સ્ટેટના ચેરમેન છે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગવર્નિંગ બોડીમાં કુલ 74 જેટલા સભ્યો હોય છે. જેમાંથી પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સહિત ચાર એક્ઝિક્યુટિવ સભ્યો માટેની ચૂંટણી થતી હોય છે. જેમાં આ વખતે ગુજરાતમાંથી ફાર્મસી કાઉન્સિલ ઓફ સ્ટેટના ચેરમેન મોન્ટુ કુમાર પટેલે ABVPની પેનલ તરફથી પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે ચૂંટણીમાં તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ફાર્માસિસ્ટ તથા ફાર્મસીને લગતા અભ્યાસક્રમના નીતિવિષયક બાબતે કામ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફાર્માસિસ્ટ તથા ફાર્મસીને લગતા અભ્યાસક્રમના નીતિવિષયક બાબતો ક્ષેત્રે કામ કરે છે. જે માટે કાઉન્સિલ રેગ્યુલેશનની કામગીરી પણ કરતું હોય છે. સાથે સાથે દેશભરની નવી ફાર્મસી કોલેજના પરવાનગી આપવાનું તથા કોલેજ નિરીક્ષણ કરીને તેની માન્યતા રિન્યુ કરવાનું પણ કામ કરતું હોય છે. આ બાબતે નવા ચૂંટાયેલા એક્સિક્યુટિવ મેમ્બર મોન્ટુ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, ગુજરાત માટે આ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કારણ કે ગુજરાતમાં 75 હજારથી વધારે ફાર્માસિસ્ટ કાર્યરત છે. તેમના પ્રશ્નો તથા સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવે તે માટે માત્ર રાજ્ય સ્તરે નહી પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સરળતાથી રજૂઆત અને કામગીરી થઇ શકશે.