એજ્યુકેશન:કોવિડના 2 વર્ષ પછી પહેલીવાર GTUમાં ઓફલાઈન પરીક્ષા શરૂ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે જ લગભગ 98 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા

કોરોનાના 2 વર્ષ પછી પહેલી વખત જીટીયુની ઓફલાઈન પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ,ગાંધીનગર સહિતના રાજ્યના છ ઝોનના 330 પરીક્ષા કેન્દ્રો પરથી 68 હજારમાંથી 98 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા હતા. એલ ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો રાજુલ ગજ્જરે કહ્યું હતુ કે, ‘કોલેજના કુલ 60 બ્લોકના પરીક્ષા કેન્દ્રોમાં 1800 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આંબાવાડી ગવર્નમેન્ટ પોલિટેકનિક, નવરંગપુરાની ગર્લ્સ પોલિટેકનિકના પ્રિન્સિપાલ ભાસ્કર ઐયરે જણાવ્યું હતુ કે, પરીક્ષા સમયે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર પણ માપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...