નેશનલ ​​​​​​​ગેમ્સ:અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્કેટબોર્ડિંગ માટે પ્રથમ વખત જ રિંક તૈયાર કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 રાજ્યના 300થી વધુ ખેલાડી ભાગ લેશે, 65 રેફરી

રિવરફ્રન્ટ પર આવેલા સ્પોર્ટ્સ પાર્કમાં જૂની સ્કેટરિંકની બાજુમાં નવી રિંક બનાવવામાં આવી છે. રાજ્યમાં સરકારી સ્તરે પ્રથમ વખત આ પ્રકારની રિંક બનાવાઈ છે. એક્રેલિક મટીરિયલનો ઉપયોગ કરી રિંક પર સિન્થેટિક કોટિંગ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા સ્કેટના માર્ગદર્શન હેઠળ સમગ્ર રિંક પર માર્કિંગ કરવામાં આવ્યું છે.

300થી વધુ બાળકો ભાગ લેશે
નેશનલ ગેમ્સના ભાગરૂપે આ રમતમાં 28 રાજ્યના અંદાજે 300થી વધુ બાળકો ભાગ લેશે. આ ઉપરાંત 65 રેફરીનો સમાવેશ થાય છે. અહીં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમત ચાલશે. રિંક પર સિન્થેટિક કોટિંગ કર્યા પછી તેને સૂકવવામાં આવે છે અને એ રીતે 5 વાર કોટિંગ કરી તેને સૂકવવામાં આવે છે.

સામાન્ય રિંક સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે
સ્કેટ માટેની સામાન્ય રિંક સિમેન્ટની બનાવવામાં આવતી હોય છે, પરંતુ તેના પર સ્લીપ થઈ જવાની શક્યતા વધુ હોવાથી હવે રિંકને સિન્થેટિક કોટિંગ કરીને બનાવવામાં આવી છે જેથી રમત દરમિયાન આવી કોઈ ઘટના બને નહીં.

સિન્થેટિક કોટિંગને લીધે સ્લીપ થઈ જવાતું નથી
રોલર સ્કેટિંગ ફેડરેશનના ડિરેક્ટર ડૉ. ભાગીરથ કુમારે કહ્યું, સિન્થેટિક કોટિંગને લીધે સ્લીપ થઈ જવાની સંભાવના નહિવત બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...