ડિરેક્ટર કર્તવ્ય શાહની ફિલ્મ ધુમ્મસને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રોડક્શન કંપની રિમેક કરશે. થોડા સમય પહેલા આ ફિલ્મ એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને રિલીઝ થતા ચેન્નાઈની નીધે ક્રિએશન્સે ફિલ્મના મેકર્સ પાસેથી તેના રાઇટ્સ લઇ લીધા છે. આ અંગે વાત કરતા ફિલ્મ ધુમ્મસના ડિરેક્ટર કર્તવ્ય શાહે જણાવ્યું કે, આ ફિલ્મને ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ અને વિવેક શાહ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે અને ભાર્ગવ ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે.
પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું બન્યંુ છે કે કોઈ ગુજરાતી ફિલ્મની સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ રિમેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હોય. જેથી તેમને આ ફિલ્મના રાઈટ્સ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેઓ સાઉથ ઈન્ડિયાની એક ભાષામાં આ ફિલ્મની રિમેક બનાવશે.
ગુજરાતી ઈન્ડસ્ટ્રી માટે માઇલસ્ટોન સમાન ઘટના
અમારી ફિલ્મ ધુમ્મસના રાઈટ્સની ડિમાન્ડ સાઉથની ફિલ્મ કરે તે અમારા માટે ગર્વની વાત છે. આ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન કહી શકાય તેવી ઘટના છે. > જયેશ મોરે, એક્ટર
ગુજરાતી સિનેમા જગત માટે ગર્વની વાત છે
સાઉથ ઈન્ડિયન ફિલ્મની રિમેક મોટાભાગે ગુજરાતીમાં થતી હોય છે પણ આ પહેલીવાર એવું બની રહ્યું છે કે કોઈ ગુજરાતી ફિલ્મની રિમેક સાઉથમાં બનશે. જે ગુજરાતી સિનેમા જગત માટે ગર્વની વાત છે. > કિંજલ રાજપ્રિયા, એક્ટ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.