વીએસ હોસ્પિટલમાં હાલમાં રોજની 900થી 1000 દર્દીઓની ઓપીડી (આઉટ ડોર પેશન્ટ) ચાલી રહી છે ત્યારે હવે તેનો લાભ મેળવવા માટે ડીએનબી સાથે જોડાણ કરી અલગ અલગ 12 બ્રાન્ચમાં એમબીબીએસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનો કોર્સ શરૂ કરાશે. 3 વર્ષના આ કોર્સમાં સ્ટાઈપેન્ડ પણ મળશે. શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વીએસનું 183 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.
ચાલુ વર્ષે ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ (ડીએનબી) સાથે મે 2022માં કરાયેલા રજિસ્ટ્રેશનમાં મેડિકલ, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પિડિયાટ્રિક, એનેસ્થેસિયા, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ડર્મેટોલોજી, રેડિયોલોજી, સાઈકિયાટ્રિક, ઇએનટી વિભાગમાં એડમિશન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.