AMC પર આક્ષેપ:35 હોલના ડેકોરેશન માટે બજાર ભાવ જેટલા પૈસા વસૂલશે, કહ્યુ - ટેન્ડર સિસ્ટમમાં મળતિયાને કામ સોંપાય છે!

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • હોલ-પાર્ટી પ્લોટ ભાડે રાખો ત્યારે પેકેજમાં કોઈ સ્પષ્ટતા હોતી નથી

મ્યુનિ.ના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના ભાવ અને બજાર ભાવ સમાંતર છે. પરંતુ કોઇ પ્રસંગે મ્યુનિ. હોલ કે પાર્ટીપ્લોટ ભાડે રાખો ત્યારે પેકેજમાં કોઇ સ્પષ્ટતા થતી નથી. મ્યુનિ. કોન્ટ્રાક્ટરો ચેઇન સિસ્ટમથી કામ કરે છે. ટેન્ડર સિસ્ટમમાં તેમના મળતિયાને કામ સોંપાય છે. તેવો ખાનગી કોન્ટ્રાક્ટરોએ રોષ ઠાલવ્યો છે. કોર્પોરેશનને 35 કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવા બહાર પાડેલા ટેન્ડરથી શહેરીજનોને કોઇ ફાયદો નહીં હોવાનો મ્યુનિ.વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે.

મ્યુનિ.-બજારના ભાવ

ચીજવસ્તુમ્યુનિ.નો ભાવખાનગી ભાવ
ચંદરવો(15-15 ફૂટ)300700
દીવી બ્રાસ(મોટી)(1નંગ)445500
હવનકુંડ8050
બ્રાસનો સેટ(કાઉન્ટર)20002000
સ્ટીલ સેટ (કાઉન્ટર)15001500
ટેબલ (સાદા)520
રાજા ચેર સેટ10001000
પ્લાસ્ટિક ખુરશી કવર સાથે2520
અન્ય સમાચારો પણ છે...