ભાસ્કર એનાલિસિસ:સતત 12મા વર્ષે A કરતાં B ગ્રૂપનું પરિણામ ઓછું, 37,543ને માત્ર 41થી 60 ટકા, કેમિસ્ટ્રીનું સૌથી ઓછું 69 ટકા પરિણામ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાસ્કરના ખાસ આમંત્રણ પર નિષ્ણાંતોએ કાઢ્યા 12 સાયન્સના પરિણામના લેખાંજોખાં
  • A કરતાં B ગ્રૂપનું પરિણામ ગત વર્ષની સરખામણીએ આશરે 10 ટકા ઓછું
  • બોર્ડના પરિણામમાં એ-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યામાં 450%નો વધારો
  • ડિગ્રી ઈજનેરી પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો બેથી ત્રણ દિવસમાં પ્રારંભ કરાશે

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ જોવા મળી કે સતત 12મા વર્ષે એ કરતા બી ગ્રૂપનું પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે કેમેસ્ટ્રીના પરિણામે વિદ્યાર્થીઓને રડાવ્યા છે. જ્યારે ઓછી ટકાવારી વાળા આશરે 37543 જેટલા વિદ્યાર્થીઓને કેરિયર પસંદગી કે પ્રવેશમાં મુશ્કેલી પડવાની સંભાવના છે તેમ નિષ્ણાતો એ જણાવ્યું હતું.

પરિણામ બાદ એસીપીસી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યું હતું કે, ડિગ્રી ઈજનેરી સહિતની વિવિધ વિદ્યાશાખાના પ્રોફેશનલ કોર્સીસની બેઠકો પર પ્રવેશની કોઈ ખાસ સમસ્યા નહી સર્જાય. બેથી ત્રણ દિવસમાં ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેના પિન વિતરણ તેમજ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.

વિષય મુજબ પરિણામ
12 વર્ષમાં માસ પ્રમોશનને બાદ કરતા ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમનુ પરિણામ 3થી 9% વધુ રહેતુ. આ વર્ષે અડધો ટકો વધુ

વિષયટકાવારી
સંસ્કૃત97.75
કોમ્પ્યુટર89.13
ગુજરાતી પ્રથમ ભાષા100
હિન્દી પ્રથમ ભાષા100
અંગ્રેજી પ્રથમ ભાષા98.8
ગુજરાતી દ્વિતીય ભાષા96.67
હિન્દી દ્વિતીય ભાષા100
અંગ્રેજી દ્વિતીય ભાષા97.82

અડધોઅડધ વિદ્યાર્થીએે C1-C2 ગ્રેડ મેળવ્યો

મેળવેલા ગુણગ્રેડપાસ થનાર
વિદ્યાર્થીઓ
81થી 100A1-A23499
61થી 80B1-B222740
41થી 60C1-C237543
33થી 40D 4873
21થી 32E126
ટોટલ68681

આમ પાસ થનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 68681 માંથી 41થી 60 મેળવેલા ગુણની સંખ્યા સૌથી વધારે એટલે કે 37,543 છે. જે કુલ સંખ્યાનો અડધો ભાગ છે. આવા વિદ્યાર્થીઓને કરિયર પસંદગી માટે થોડી મુશ્કેલીઓ પડી શકે તેમ છે. જેથી તેમણે યોગ્ય માર્ગદર્શન સાથે પોતીની રુચિ અને રસ પ્રમાણે કરિયરની પસંદગી કરવી યોગ્ય રહેશે.

કેમિસ્ટ્રીએ વિદ્યાર્થીઓની માર્કશિટની કેમિસ્ટ્રી બગાડી
​​​​​​​આમ આ વર્ષે સૌથી વધારે વિદ્યાર્થીઓ બાયોલોજીમાં પાસ થવા છતાં બી ગ્રૂપનું પરિણામ ઓછું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ કેમિસ્ટ્રીનું રહ્યું છે. કેમિસ્ટ્રીએ વિદ્યાર્થીઓની આ વર્ષની માર્કશીટની કેમિસ્ટ્રી બગાડી છે. પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ ભાષામાં સારા માર્ક લાવ્યા છે. જેના કારણે તેમની ટોટલ ટકાવારીમાં સારો ઉમેરો થયો છે.

વિષયપરિણામ
બાયોલોજી80.97
ગણિત79.61
ભૌતિક વિજ્ઞાન69.18
કેમિસ્ટ્રી68.84

​​​​​​​

વિદ્યાર્થિનીઓ આગળ
વર્ષ 2011થી શરૂ કરીને અત્યાર સુધીના 12 વર્ષોમાં માત્ર 2 અપવાદ રુપ (2017,2020) વર્ષોને બાદ કરતા દશ વર્ષોમાં વિદ્યાર્થી ભાઈઓ કરતા વિદ્યાર્થીની બહેનોનુ પરિણામ વધુ આવ્યું છે. ચાલુ વર્ષે પણ વિદ્યાર્થી ભાઈઓ (72 ટકા) કરતા વિદ્યાર્થીની બહેનો (72.05)નુ પરિણામ 0.05 ટકા જેટલુ નજીવુ વધારે આવ્યું છે.

અંગ્રેજી પ્રથમ ભાષા કરતાં ગુજરાતી પ્રથમ ભાષાનું પરિણામ વધુ
તમામ પ્રથમ ભાષા (ગુજરાતી, હિન્દી, મરાઠી) પરિણામ 100 ટકા આવેલ છે. જેમાં અંગ્રેજી પ્રથમ ભાષાનુ પરિણામ 98.80 ટકા આવેલ છે. તેનો અર્થ એ થયો કે અંગ્રેજી પ્રથમ ભાષા કરતા ગુજરાતી પ્રથમ ભાષાનુ પરિણામ ટકાવારીમાં વધારે આવેલ છે. તે જ પ્રમાણે દ્વિતીય ભાષાની વાત કરીએ તો લગભગ તમામ બીજી ભાષાનું પરિણામ 97 ટકાની આસપાસ આવેલ છે.

જો કે તેમાં ગુજરાતી દ્વિતીય ભાષા( 96.67 ટકાનુ પરિણામ) કરતા અંગ્રેજી દ્વિતીય ભાષાનુ પરિણામ (97.82 ટકા) ટકાવારીમાં વધારે આવેલ છે. આમ પ્રથમ ભાષાના પરિણામમાં અંગ્રેજી ભાષા કરતા ગુજરાતી ભાષા અને દ્વિતીય ભાષામાં ગુજરાતી કરતા અંગ્રેજી ભાષાનું પરિણામ વધુ આવેલ છે ! હિન્દી ભાષાનુ પરિણામ 100 ટકા અને સંસ્કૃત ભાષાનું પરિણામ 97.75 ટકા આવેલ છે.

ગુજકેટનું પરિણામ
એ-ગ્રૂપ, બી-ગ્રૂપ અને એબી ગ્રૂપમાં કુલ 2020ની સરખામણીએ 8,738 વિદ્યાર્થીઓ ઓછા

એન્જિનિયરિંગના પ્રવેશમાં મેરિટ નીચું રહેવાની શક્યતા
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વર્ષ 2020માં એ ગ્રૂપમાં 46,013, બી-ગ્રૂપમાં 66,909 અને એબી ગ્રૂપમાં 203 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે કે 2022માં એ ગ્રૂપમાં 38,763 વિદ્યાર્થીઓ અને બી-ગ્રૂપમાં 65,498 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એટલે કે એ-ગ્રૂપમાં 7,250, બી-ગ્રૂપમાં 1,411 અને એબી ગ્રૂપમાં 280 વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હતા. એ- ગ્રૂપ, બી ગ્રૂપ અને એબી ગ્રૂપમાં કુલ 2020ની સરખામણીએ 8,738 વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. પરિણામે એન્જિનિયરિંગમાં મેરિટ નીચું રહેવાની શક્યતા છે.

55 ટકા વિદ્યાર્થીઓ C-1, C-2 ગ્રેડમાં હોવાથી તેમને સ્ટ્રીમની પસંદગીમાં મુશ્કેલી પડશે
આ વર્ષે 68,681 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંના 37,543 વિદ્યાર્થીઓનો સમાવેશ સી-1 અને સી-2 ગ્રેડમાં થયો છે. એટલે કે પાસ થનારા વિદ્યાર્થીઓ માંથી લગભગ 55 ટકા વિદ્યાર્થીઓ 41થી 60 ટકાની વચ્ચેના ગુણ ધરાવે છે. જેના કારણે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઇ સ્ટ્રીમ લેવી તેના માટે કરિયર કાઉન્સિલરની જરૂર પડી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એકતરફ ઊંચી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી સારી કોલેજ કે બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકશે. બીજીતરફ ઓછી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને સારી કોલેજ કે બ્રાન્ચમાં પ્રવેશને લઈને વૈચારિક સંઘર્ષ રહેશે.

કોરોના મહામારી બાદ ગુજકેટમાં પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓ ઘટ્યા
​​​​​​​કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં તૈયારી ન થઇ હોવાથી ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા 2020 અને 2021માં વધી હતી. જ્યારે કે 2022માં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર રહ્યાં હતા.

ગુજકેટમાં બી-ગ્રૂપમાં 99 પર્સન્ટાઇલથી વધુ ધરાવતા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં વધ્યા
​​​​​​​

વર્ષપર્સન્ટાઇલ રેન્કએ-ગ્રૂપબી-ગ્રૂપ
202299થી વધુ385684
202199થી વધુ474678
202099થી વધુ410655

એડમિશન માટે શું?
આ વર્ષે જેઇઇ મેઇન અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોડી લેવાની હોવાથી એડમિશનની પ્રક્રિયા શરૂ થવામાં પણ વિલંબ થશે. આ પરીક્ષાઓને કારણે મેરિટ ક્રમાંક એન્જિનિયરિંગ અને પેરામેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા મોડી શરૂ થવાની શક્યતા છે. આ વર્ષે એ- ગ્રૂપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા થોડી ઓછી હોવાથી મેરિટ નીચું જવાની શક્યતા છે.

નિયમ બદલાતા બી-ગ્રૂપવાળા પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે
​​​​​​​
આ વર્ષે બદલાયેલા નિયમ પ્રમાણે બી-ગ્રૂપના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ મેળવી શકશે. તજજ્ઞોના મતે, બી-ગ્રૂપના 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જ એન્જિયરિંગમાં પ્રવેશ મેળવશે. એન્જિનિયરિંગમાં ગણિત વિષયનું મહત્વ હોવાથી બી-ગ્રૂપના વિદ્યાર્થીઓની પસંદગી એન્જિનિયરિંગ તરફ ઓછી હોય છે, માટે બી-ગ્રૂપના બહું ઓછા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જોડાશે.

નબળું પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ માટે પણ મોટા પ્રમાણમાં કરિયર ઓપ્શન
​​​​​​​નબળું પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ પાસે પણ ઘણાં કેરિયર અનુલક્ષીને વિકલ્પો છે. આ વર્ષે બોર્ડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, તેથી વિવિધ કોર્ષમાં એ-ગ્રૂપ અને બી-ગ્રૂપની વિવિધ શાખાઓમાં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી ઉભી થવાની શક્યતા નહિવત રહેશે. શક્યતા છે કે વિદ્યાર્થીએ કોલેજ અથવા બ્રાન્ચ સાથે સમાધાન કરવું પડે, પરંતુ એડમિશનમાં તકલીફ પડવાની શક્યતા નહિવત રહેશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...