ઓફલાઈન શિક્ષણ ક્યારથી?:છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન ભણતા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી બાદ સ્કૂલ ખુલી શકે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર
  • 15 ઓગસ્ટ સુધીમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરુ કરવાની શક્યતા છે

કોરોનાના કેસ હવે નિયંત્રણમાં છે જેથી હવે છૂટછાટ આપવાનું શરુ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા સૌથી પહેલા સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવી હતી અને છૂટછાટ મળતા સૌથી છેલ્લે સ્કૂલ-કોલેજ ખોલવા મંજ્રરી આપવામાં આવી હતી. ત્યારે હવે તમામ પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે, માધ્યમિકના વર્ગો માટે ઓગસ્ટ મહિનામાં સ્કૂલ ખોલવામાં આવી શકે છે. જે બાદ દિવાળી સુધીમાં નિર્ણય લઈને 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવામાં આવી શકે છે.

ધો.19થી 12ના વિદ્યાર્થીની સ્કૂલ 15 ઓગસ્ટ સુધીમાં ખુલશે
સરકાર દ્વારા તમામ છૂટછાટ અપાયા બાદ શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલો અને કોલેજો અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉની બેઠકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો શરુ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. 15 ઓગસ્ટ સુધીમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય કરીને સ્કૂલ શરુ કરવાની શક્યતા છે. જયારે 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરુ કરવા દિવાળી સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.

ચાંદલોડિયાની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની તસવીર
ચાંદલોડિયાની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની તસવીર

દિવાળી સુધીમાં 1થી 8ના વિદ્યાર્થીઓની સ્કૂલ ખુલશે
સુત્રના જણાવ્યા અનુસાર અત્યારે કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે,હજુ અગામી દિવસોમાં કેસ નહીવત થવાની શક્યતા છે.બીજી તરફ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અગામી દિવસમાં સ્કૂલ ખોલવા અંગે નિર્ણય લેવાશે અને 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલ શરુ પણ કરવામાં આવી શકે છે. 9થી 12ની સ્કૂલો ખોલ્યા બાદ યોગ્ય પ્રતિસાદ મળે અને કેસ સંપૂર્ણ નિયંત્રણમાં હોય તો દિવાળી સુધીમાં 1થી 8ના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લઈને સ્કૂલ શરુ કરવામાં આવશે.

દોઢ વર્ષથી વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ
અત્યારે ઓનલાઈન સ્કૂલ ચાલી રહી છે જેના કારણે બાળકોને ઓફલાઈન શિક્ષણ જેટલી સમજ પડતી નથી અને જેની અસર બાળકોના શિક્ષણ પર પડે છે. દોઢ વર્ષથી શિક્ષણ સંપૂર્ણ ઓનલાઈન છે અને કેટલીક પરીક્ષા પણ ઓનલાઈન લેવાઈ રહી છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓનો પાયો જ કાચો રહી ગયો છે. બાળક સ્કૂલે આવીને ભણે તો સારી રીતે ભણી અને સમજી શકે છે. તમામ બાબતોને ધ્યાને રાખીને સ્કૂલ શરુ કરવા જલ્દીથી નિર્ણય લેવામાં આવશે.