હૈ તૈયાર હમ...:PSI અને LRD ભરતીની ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર આજથી OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે, જાણો પ્રોસેસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ યોજાશે
  • બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે

ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં 12 લાખથી વધુ યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. આ તમામ ઉમેદવારોની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે. એના માટેના કોલ લેટર આજે એટલે કે 26 નવેમ્બરથી ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે. https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી call letterમાં જઈ અને Select Jobમાં ઓપ્શન સિલેક્ટ કરી અરજીનો નંબર તેમજ જન્મ તારીખ નાખી કોલ લેટરની પ્રિન્ટ કાઢી શકાશે. PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે. જોકે બપોર સુધીમાં કોલલેટર વેબસાઈટ પર મૂકવામાં ન આવતા ઉમેદવારો મૂંઝાયા હતા.

PSI અને LRD બંનેમાં 5000 મીટર(5 કિલોમીટર) 25 મિનિટમાં પૂરું કરવાનું છે. જોકે બંનેના માર્ક્સ અલગ મળશે. દોડમાં ઉમેદવારોએ જેટલો સમય લીધો હશે એના આધારે માર્ક્સ મળશે, જેમાં PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ આપવામાં આવશે. PSI અને LRDના માર્ક્સ અલગ ગણવામાં આવશે.

PSI અને LRD બંને માટે શારીરિક માપનાં ધોરણો સરખાં
પુરુષ ઉમેદવારો માટે PSI અને LRD બંને માટે શારીરિક માપ પરીક્ષાનાં ધોરણો સરખાં છે, પરંતુ મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટીનાં ધોરણો અલગ છે, જેથી એના આધારે તેમની પરીક્ષા લેવામાં આવશે. મહિલા ઉમેદવારોએ એ ધ્યાનમાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. PSI અને LRD બંનેની શારીરિક દોડ અને શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગળની લેખિત પરીક્ષામાં બેસી શકશે.

LRDમાં શારીરિક કસોટીના 25 અને PSIના 50 માર્ક્સ
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ, બન્ને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ, બાકી બન્ને ભરતી અલગ-અલગ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક્સ છે અને PSIના 50 માર્ક્સ છે. ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્ક્સમાંથી મળવાપાત્ર માર્ક્સ લોકરક્ષકમાં જતા રહેશે. એ જ રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક્સ મળ્યા હોય એનું ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. બન્ને માટે અલગ અલગ ફોર્મ છે.