તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રેકિંગ:1લી એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 72 કલાકમાં કરાવેલો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ મુસાફરને ગુજરાતમાં પ્રવેશ અપાશે.

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોના પગલે મહારાષ્ટ્રમાંથી રાજ્યમાં પ્રવેશતા લોકોના RT-PCR ટેસ્ટ જરૂરી કરવામાં આવ્યા છે. બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનો 1લી એપ્રિલથી કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત છે. આ ટેસ્ટ નેગેટિવ હોવા પર જ મુસાફરને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.

RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ એન્ટ્રી
ગુજરાતમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય તેની તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ કેટલાક પગલા લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ કરાશે. જે મુજબ, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓ માટે છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને આ ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે.

કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ
કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ

દર બે મિનિટે 3 દર્દી સંક્રમિત
ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. હાલ રાજ્યમાં દર બે મિનિટે ત્રણ દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 26 માર્ચે 2 હજારને પાર થયો હતો. જેમાં 24 કલાકમાં 2190 નવા કેસ નોંધાયા હતા. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થયો છે.

કોરોના વેક્સિનેશનની ફાઈલ તસવીર
કોરોના વેક્સિનેશનની ફાઈલ તસવીર

40 લાખથી વધુ લોકો વેક્સિન અપાઈ
ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ અત્યાર સુધી 40 લાખ 89 હજાર 217 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 25 હજાર 153 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 47 લાખ 14 હજાર 370નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. શુક્રવારે (26 માર્ચે) રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 11 હજાર 864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. હજુ સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો