• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • For Observer In Gujarat University Examination, The College Has Requested The Details Of The Professors, All The Responsibilities Will Be Handled By The Principal.

પરીક્ષા:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ઓબ્ઝર્વર માટે કોલેજ પાસે અધ્યાપકોની વિગત મંગાવી, તમામ જવાબદારી આચાર્ય સંભાળશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજના દિવસમાં કોલેજોએ સહી સિક્કા કરીને યુનિવર્સિટીને પરીક્ષા નિયામકને પત્રક મોકલવાનું રહેશે

ગુજરાત યુનિવર્સિટીમાં નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં પરીક્ષા યોજાશે. પરીક્ષાને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયારી શરુ કરવામાં આવી છે ત્યારે પરીક્ષામાં ઓબ્ઝર્વર માટે ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજ પાસેથી કોલેજના અધ્યાપકોની વિગત મંગાવી છે, જે મળ્યા બાદ અધ્યાપકોને ઓબ્ઝર્વરની જવાબદારો સોપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી સંલગન કોલેજમાં કામ કરતા કાયમી અધ્યાપકોના નામ, સરનામાં, મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી વિગત કોલેજ પાસેથી મંગાવવામાં આવી છે. કોલેજ જે અધ્યાપકોના નામ મોકલશે તેમને યુનિવર્સિટીની પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. આજના દિવસમાં કોલેજોએ સહી સિક્કા કરીને યુનિવર્સિટીને પરીક્ષા નિયામકને પત્રક મોકલવાનું રહેશે.

અધ્યાપકોના કામની જવાબદારી આચાર્યની રહેશે
જે અધ્યાપકનું નામ યુનિવર્સિટીએ ઓબ્ઝર્વર તરીકે પસંદ કર્યું હોય તેમને 7 દિવસ ફરજ બજાવવાની રહેશે.ઓબ્ઝર્વરના નામના ફેરફાર થાય તો તે પણ પરીક્ષાના ૩ દિવસ અગાઉ યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે. ઓબ્ઝર્વરને ક્યાં કઈ જવાબદારી આપવામાં આવશે તે અંગે પણ તેમને કોઈ જાણ કરવામાં નહિ આવે. અધ્યાપકોના સમગ્ર કામની જવાબદારી પણ કોલેજના આચાર્યની રહેશે.યુનિવર્સિટી દ્વારા પત્રક તૈયાર કરવામાં આવ્યું છે તે જ ભરીને આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...