વિપક્ષના સવાલો:અમદાવાદમાં નવા STP પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન માટે 3000 કરોડની લોન લઈ કામ થશે?

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં નવા એસટીપી પ્લાન્ટ અને જૂની ડ્રેનેજ લાઈનને અપગ્રેડ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વર્લ્ડ બેંક પાસેથી 3,000 કરોડની લોન લેવામાં આવનાર છે અને વ્યાજ કોર્પોરેશનને ચુકવવાનું છે. જે મામલે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા અંગેની દરખાસ્ત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. જેને લઇ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે વિરોધ કરતા જણાવ્યું છે કે શહેરમાં ડ્રેનેજ અને પાણીની મોટી સમસ્યા છે. સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે. તળાવોમાં પણના ગંદા પાણી આવે છે. ત્યારે કરોડો રૂપિયાના કામો મૂકવામાં આવ્યા છે તો તે કામ પૂર્ણ થશે કે કેમ તેના પર સવાલ છે.

શહેરના કોઇપણ વિસ્તારમાં પાણી નહીં ભરાય?
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંક પાસેથી 3000 કરોડની લોન પેટે 2100 કરોડ વર્લ્ડ બેંકનો ફાળો (70 ટકા), 450 કરોડ રાજ્ય સરકારનો ફાળો (15 ટકા) તથા 450 કરોડ મ્યુ.કોર્પોનો ફાળો (15 ટકા) રહેશે પરંતુ તેનું વ્યાજ માત્ર કોર્પોરેશન દ્વારા ચૂકવવાનું થાય છે. જયારે 3000 કરોડ જેટલી માતબર રકમ એસ.ટી.પી. પ્લાન્ટ તથા ડ્રેનેજ લાઇનોના અપગ્રેડેશન માટે ખર્ચ કરવાની વાત છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું સાબરમતી નદી શુદ્ધ રહેશે, શહેરના વિવિધ તળાવોમાં ગટરના પાણી નહી આવે? સ્ટ્રોમ વોટર લાઇનોના અપગ્રેડેશનથી ફાયદો થશે? પોલ્યુશનની સમસ્યાનો નિકાલ આવશે? શહેરના કોઇપણ વિસ્તારમાં પાણી નહીં ભરાય? આ તમામ સમસ્યાઓના નિકાલ બાબતે 100 ટકા ગેંરટી છે?

પ્રજા હેરાન-પરેશાન થાય તે સામે કોંગ્રેસનો સખ્ત વિરોધ
ભાજપના ભ્રષ્ટાચાર અને વહીવટી અણઆવડતતાને કારણે પ્રજાના નાણાં વેડફાઇ જાય અને પ્રજા હેરાન-પરેશાન થાય તે સામે કોંગ્રેસનો સખ્ત વિરોધ છે. વહીવટીતંત્રની નિષ્કાળજી તેમજ સત્તાધારી પક્ષની અણઆવડતને કારણે પ્રજાકીય કોઇ પ્રશ્નો ઉભા થશે તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધારી પક્ષની રહેશે. માટે ઉપરોક્ત ૩૦૦૦ કરોડનો ખર્ચ કરતાં પહેલાં તે નાણાંનો દુરુપયોગ ના થાય અને પ્રજાની ઉપરોક્ત વિવિધ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે જોવા કોંગ્રેસ પક્ષની માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...