શનિવારે ઉત્તરાયણના દિવસે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી પવનની ગતિ 5થી માંડી પ્રતિ કલાક 12 કિલોમીટર સુધીની રહી શકે છે. પતંગ ચગાવવા માટે પવનની આ ગતિ માફકસરની કહેવાય છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવન સાંજ પછી ધીમા પડી શકે છે. ઉત્તરાયણની સરખામણીએ વાસી ઉત્તરાયણે પવનની ગતિ થોડીક ઓછી રહી શકે છે.
ખાસ કરીને સાંજ પછી ગતિમાં ફેરફાર આવી શકે છે. જો કે, બંને દિવસ સવારે 7થી બપોર સુધી કલાકના 8થી 12 કિમીની ઝડપના પવન રહેવાની આગાહી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 13.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. શનિવારે તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાઓએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. હિમાલય તરફથી આવતા ઠંડા પવન સીધા ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોવાથી હવે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
બાળકને ચાઈનીઝ દોરી વાગતાં પગની એડી કપાઈ ગઈ
વટવામાં પિન્કી પ્લાઝામાં રહેતો 11 વર્ષીય રોહાન ગુરુવારે ફ્લેટમાંથી કંઈક વસ્તુ લેવા માટે નીચે આવ્યો હતો આ દરમિયાન ચાઈનીઝ દોરી એક બાઇકસવાર પર પડી અને તેના પગમાં પણ ફસાઈ ગઈ હતી જેનો બીજો છેડો ત્યાંથી પસાર થતાં બાઈકસવારના વાહનમાં ફસાતા દોરી ખેેંચાઈ હતી અને રોહાનના પગની એડીનો ભાગ છૂટો પડી ગયો હતો.હોસ્પિટલમાં રોહનને 70 ટાંકા લેવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.