તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની આર્થિક સહાય:દેશભરના 16 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે રાજ્ય સરકારની રૂ. 1 કરોડ 69 લાખની સહાય

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
 • ​​​​​વિશાખાપટ્ટનમ ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરી

બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

ભવનના નિર્માણ અને મરામત માટેની આર્થિક સહાયમાં વધારો
ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા 16 ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂ. 1 કરોડ 69 લાખની સહાય ચૂકવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો