તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ મ્યુનિ.ની ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે શહેર કોંગ્રેસે દાવેદારોનો કયાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 1670 દાવેદારો પૈકી 50 ટકા યુવા અને મહિલા હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ આ વખતે જીતી શકે તેવા અને પ્રજા સ્વીકારે તેમજ સમાજમાં સારી છાપ ધરાવતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ટિકિટની ફાળવણી કરશે. પશ્ચિમ અમદાવાદમાં કેટલાક વોર્ડમાં યોગ્ય દાવેદારો ન મળતાં હોવાનું સૂત્રોનું કહેવું છે.
શહેરના 48 વોર્ડના 192 ઉમેદવારો પૈકી 96 પુરુષ અને 96 મહિલા ઉમેદવારો પસંદ કરવાની પ્રાથમિક કવાયત હાથ ધરી હતી. આ વખતની પ્રક્રિયામાં એનએસયુઆઇ-યુથ કોંગ્રેસના યુવાનો માટે ચૂંટણી લડવાની મોટી તક છે. બંને સંગઠનના કાર્યકરો,નેતાઓ આંદોલન વખતે કોંગ્રેસની પડખે ઉભા રહે છે તેથી તેમને ટિકિટ આપવાનું નક્કી કરાયું છે. કોંગ્રેસને પશ્વિમ વિસ્તારના કેટલાક વોર્ડમાં એકી સંખ્યામાં જ્યારે પૂર્વમાં બેકી સંખ્યામાં દાવેદારો મળ્યા છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.