તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાપાર માટે વેક્સિનેશન:અમદાવાદમાં તમામ વેપારી એસોસિએશન માટે AMC સાથે મળીને માર્કેટમાં જ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાશે

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં વેપારીઓનું વેક્સિ
  • સરકારે 10 જુલાઈ સુધી તમામ વેપારી અને ફેરિયાને ફરજીયાત વેક્સિન લેવા સૂચના આપી
  • અમદાવાદ મસ્ક્તી મહાજન મંડળમાં વેક્સિનેશન બુથમાં રોજ 200 લોકોને વેક્સિન અપાય છે

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, જોકે કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ લોકોએ હજી સાવચેતી રાખીને તમામ નિયમોનું પાલન કરવું પડશે. વડાપ્રધાન મોદીએ દેશભરમાં વેક્સિનેશનનું મહા અભિયાન છેડ્યું છે. જે અંતર્ગત તમામ લોકોને સ્પોટ રજીસ્ટ્રેશનના આધારે વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે દેશભરમાં ગુજરાત વેક્સિનેશનમાં પણ પ્રથમ નંબરે છે. ગુજરાત સરકારે 36 માંથી 18 શહેરોને કર્ફ્યુમાંથી મુક્તિ આપી અને તેઓને 30 જૂન સુધી શહેરોના તમામ વેપારીઓ ફેરિયાઓ અને શ્રમિકોને વેકસીન આપવા માટે સૂચના આપી છે.

આ સિવાયના શહેરો જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરુચ, પાટણ, મોરબી અને ભુજમાં હવે 10 જુલાઈ સુધી તમામ વેપારીઓ અને ફેરિયાને વેક્સિનેશન કરાવું આવશ્યક રહેશે. જેથી અમદાવાદના તમામ વેપારી એસોસિએશન પોતાના બજારમાં જ વેક્સિનેશન સેન્ટર ઉભું કરશે. સાથે કેટલાક બજારોમાં વેક્સિનેશન બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેથી વેપારીઓ, નોકરિયાતો, ફેરિયાઓ અને શ્રમિકો સરળતાથી વેકસીન લઈ શકે. વેપારી એસોસિએશન AMC સાથે મળીને વેક્સિનેશન સેન્ટર બાકીના સ્થળોએ આવનારા દિવસોમાં ઉભા કરશે.

વેપારીઓએ વેક્સિનેશન કેમ્પ શરૂ કરાવ્યું
અમદાવાદના જવેલર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ઝવેરીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં સરકારની સૂચના અગાઉ પણ વેક્સિનેશન કેમ્પ બજારમાં શરૂ કરાવ્યા હતા. અને હવે અમે ફરીથી AMC સાથે મળીને આ વેક્સિનેશન સેન્ટર માણેકચોક બજારમાં શરૂ કરવાના છીએ. બજારમાં લોકોની અવરજવરના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય છે. માટે જેટલું ઝડપી અમે વેક્સિન લઈ લઈશું એટલા અમે સુરક્ષિત રહીશું. અમારે ત્યાં કેટલાક લોકોને 2 ડોઝ લેવાના છે તો તે પણ હવે તેઓને અહિંયા સ્પોટ રજીસ્ટ્રેશન કરાવીને મળી જશે.મને આશા છે કે લોકોનો સહકાર રહ્યો તો અમે 10 જુલાઈ સુધી અમારા માર્કેટમાં તમામ લોકોને વેક્સીનેટ કરી ચુક્યા હોઈશું. સાથે બજારોમાં આવતા લોકોને પણ અહીંયા વેકસીન મળી રહેશે.

ન્યૂક્લોથ માર્કેટમાં રોજના 200 જેટલા લોકોને વેક્સિન અપાઈ રહી છે
ન્યૂક્લોથ માર્કેટમાં રોજના 200 જેટલા લોકોને વેક્સિન અપાઈ રહી છે

માધુપુરા માર્કેટમાં પણ વેપારીઓને વેક્સિન મળશે
શહેરના માધુપુરા મહાજનના સેક્રેટરી લાલિતભાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે બજારમાં સર્વે કરી લીધો છે કે કોને વેક્સિન લેવાની છે. જેને ધ્યાનમાં લઈને હવે થોડા દિવસોમાં અહીંયા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાના છે. જેમાં અમારા માધુપુરા માર્કેટમાં 2000 થી 3000 લોકોની સંખ્યા છે જેમાં વેપારીઓ, નોકરિયાતો અને શ્રમજીવી લોકોનો સમાવેશ થાય છે. આ તમામને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે અમે AMC જોડે ચર્ચા કરી લીધી છે અને માધુપુરા માર્કેટમાં જ હવે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાના છીએ. 10 જુલાઈ પહેલા તમામ લોકોને વેક્સિન સરળતાથી મળે એ માટે અમે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ.

રોજના 200 લોકો વેક્સિન લઈ રહ્યા છે
અમદાવાદ મસક્તી મહાજન મંડળના પ્રમુખ ગૌરાંગ ભગતે Divyabhasakr સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારા ન્યુકલોથ માર્કેટમાં વેક્સિનેશન સેન્ટર ચાલી રહ્યું છે જેમાં રોજના 200 લોકો વેક્સિન લઈ રહ્યા છે.અને વેક્સિનેશન સેન્ટર અહીં કાર્યરત જ રહેવાનું છે અમારા બજાર અને આજુબાજુના વેપારીઓને મળીને 15000 જેટલા લોકો હશે. તેઓ ને અહીંયાથી સરળતાથી વેક્સિન મળી રહેશે. સાથે હવે સરકારે 10 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે જેને અનુસરવું પડશે. એટલે અમારા બજારમાં આ વ્યવસ્થાના ભાગ રૂપે મને લાગે છે તમામ લોકોને વેક્સિન મળી રહેશે. સાથે આ વેક્સિન સ્વાસ્થ્ય સહિત તમારે ક્યાંય પણ બહાર ગામ જવું હોય અથવા તો સરકારી લાભ લેવો હોય તો આનું સર્ટિફિકેટ આવશ્યક છે એટલે આ વેક્સિન તમામ લોકોએ લેવી જ પડશે.

વેપારીના પરિવારજનોને પણ વેક્સિન અપાઈ
અમદાવાદ મસક્તિ માર્કેટમાં વેક્સિન લેનાર અરવિંદભાઈ એ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં અહીંયા વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. મારા પરિવારને પણ મેં અહીંયા વેક્સિન અપાવી છે આજે બીજો ડોઝ લીધો છે. અમે આ વ્યવસ્થાથી સરળતાથી અમને વેક્સિન મળી છે. સાથે અમારા બજારમાં લોકોની અવરજવર હવે વધી છે સાથે ત્રીજી વેવ ન આવે તે માટે હવે વેક્સિનેશન જ એક માત્ર ઉપાય છે એટલે તમામ લોકો એ ઝડપથી વેકસીન લેવી જોઈએ.