તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટેરા સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી બુક કરાવવી પડશે. ટુ વ્હીલર માટે રૂ.30 જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવાયા છે. જ્યાં ત્યાં વાહન પાર્ક કર્યું તો પોલીસ ટો કરશે.
ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, મેચને ધ્યાનમાં રાખીને સોમવારે આખો દિવસ સ્ટેડિયમ પર મીટિંગ ચાલી હતી. જેમાં પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉપર જ ભાર મૂકાયો હતો. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ઉપર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે.
મેચ જોવા માટે ખાનગી વાહનમાં આવતા પ્રેક્ષકોએ ટિકિટની જેમ જ ફરજિયાત પાર્કિંગ પણ ઓન લાઈન બુક કરાવવું પડશે. ઓનલાઈન પાર્કિંગ બુક કરાવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 27 પ્લોટ બુક કરવામાં આવ્યા છે. જો કે ઓન લાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહીં. જ્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરુપ રીતે જો કોઈ પણ વાહન પાર્ક કરેલું હશે તો ટ્રાફિક પોલીસ તે વાહન ટો કરી લેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.