• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • For 45 Days At The Airport, Passengers Will Be Able To Engage In More Than 20 Activities For Free, Such As Glass mask Painting, Mocktail Lessons.

સમર કાર્નિવલનું આયોજન:એરપોર્ટ પર 45 દિવસ સુધી પેસેન્જરો ગ્લાસ-માસ્ક પેઈન્ટિંગ, મોકટેલ લેસન જેવી 20થી વધારે પ્રવૃત્તિઓમાં વિનામૂલ્યે જોડાઈ શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

સમર વેકેશનમાં મોટા પ્રમાણમાં લોકો ફરવા માટે જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 15 મેથી 29 જૂન સુધી ખાસ સમર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોને એરપોર્ટ પરના આઉટલેટ્સ પર શોપિંગ અને ફૂડની ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સાથે એરપોર્ટ પર આવતા મુસાફરોના આનંદ માટે રચનાત્મક પ્રવૃતિઓ જેમ કે ગ્લાસ પેઈન્ટિંગ, ઓરિગામી, માસ્ક પેઈન્ટિંગ, રોક પેઈન્ટિંગ, ડીઆઈવાય ક્રાફ્ટ અને મોકટેલ લેસન જેવી 20થી વધુ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુસાફરો વિનામૂલ્યે લાભ લઈ શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ માટે ટર્મિનલની અંદર ખાસ રીલ બોક્સ બનાવવામાં આવ્યું છે જેની અંદર તેઓ ક્રિએટિવ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે.

હાલ એરપોર્ટ પર 65થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ છે. જેઓ સમર કાર્નિવલ હેઠળ મુસાફરોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને કોમ્બો પેકેજનો લાભ આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...