અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો રેલના રૂટ ઉપર કેટલીક જગ્યાએ સાંકડા રોડ આવેલા છે. આ સાંકડા રોડના કારણે વાહન વ્યવહાર માં તકલીફ પડે છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. નાના રોડના કારણે ટ્રાફિક જામ થાય છે અને વાહન વ્યવહાર પર અસર પડતી હોવાના પગલે રોડને મોટા કરવાની રજૂઆત કરાઇ હતી. જેના પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને મેટ્રો રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને મેટ્રો રેલ રૂટ પર આવેલા રોડ નાના હોય તો રોડ પર આવેલી ફૂટપાથ ને તોડી અને ત્યાં રોડ મોટો કરવા માટે સૂચના આપી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટરોને દર 15 દિવસે વોર્ડમાં જવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે કલેક્શન સેન્ટર હાલમાં ઉપલબ્ધ નથી જેથી મુખ્ય ઓફિસ ખાતે પણ ટેક્સ કલેક્શન સેન્ટર શરૂ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સરદારનગર વોર્ડમાં STP પ્લાન્ટ શરૂ કરવા માટે કોર્પોરેશનના જે પણ રિઝર્વ પ્લોટ છે તેમાંથી કોઈપણ એક પ્લોટમાં આ STP પ્લાન્ટ શરૂ કરવા માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.