તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દરરોજના 20 જેટલા ગેસ્ટનો ફૂટફોલ, કેફેમાં માણે છે મેમ્બર્સ સાથે નાસ્તાની મજા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્લબમાં ગેસ્ટ એન્ટ્રી શરૂ, મેમ્બર્સ ફ્રેન્ડ્સ સાથે વિતાવી રહ્યા છે સમય

ક્લબોની શરૂઆત તો થઈ ચૂકી છે સાથે તેમાં એક્ટિવિટીઝ પણ શરૂ થઈ ગઈ છે. એક્ટિવિટીઝ સાથે સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. આ બાદ કોરોનાનાં કેસ ઓછા થતા અને મેમ્બર્સની વિનંતીથી ક્લબે ગેસ્ટ એન્ટ્રીમાં પણ પરવાનગી આપી દીધી છે. આ વિશે શહેરની વિવિધ ક્લબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘મેમ્બર્સ સાથે ગેસ્ટ પણ આવે છે અને ક્લબનાં કેફે તેમજ રેસ્ટોરન્ટની મજા માણે છે. અહીં તેઓ તેમના ફ્રેન્ડ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. ગેસ્ટની શરૂઆત થતાની સાથે દરરોજનાં 20-25 લોકો મેમ્બર્સ સાથે આવે છે. ’

બે દિવસમાં 40 જેટલા ગેસ્ટ મેમ્બર્સ સાથે ક્લબમાં આવ્યા
ક્લબનાં મેમ્બર્સ દ્વારા બોર્ડ મેમ્બર્સને ગેસ્ટ માટે પરવાનગી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે બાદ હવે 2 ગેસ્ટની પરવાનગી આપી. પ્રથમ બે દિવસમાં 40 જેટલા ગેસ્ટે મેમ્બર્સ સાથે ક્લબમાં પ્રવેશ કર્યો અને રિલેક્સ થવા સાઈડ વૉક કેફેમાં ફૂડની મજા માણી હતી. - કેતન પટેલ, કર્ણાવતી ક્લબ,સેક્રેટરી

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી રીતે ગેસ્ટને એન્ટ્રી
ક્લબ દ્વારા ગેસ્ટ એન્ટ્રીમાં કોઈ ચોક્કસ સંખ્યા રાખવામાં નથી આવી. પણ, હા મેમ્બર્સને એટલું કહેવામાં આવ્યું છે કે ઓવર ગેસ્ટ ના લાવવા જેથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમનું પાલન ન થાય. મેમ્બર્સ તેમનાં ફ્રેન્ડ્સ સાથે તેમજ કોર્પોરેટ મીટિંગમાં ગેસ્ટ માટે કેફે શરૂ કરાયું છે. - સુનિતા વ્યક્તા, YMCA, ટ્રેઝરર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો