તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની શાન:રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણતાને આરે, હવે 92 મીટર ઊંચાં ત્રણ સ્કાઇસ્ક્રેપર બનશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના સૌથી ઊંચાં આ બિલ્ડિંગોમાં પ્લોટની સાઇઝને ધ્યાનમાં રાખીને FSI પણ અપાશે
  • એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂટ સહિત કુલ 28 જેટલી કંપનીઓએ આ પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો

અમદાવાદ શહેરનો વિકાસ હવે નવી ઊંચાઈને આંબવા તરફ આગળ વધી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કાંઠા વિસ્તારમાં આવનારા સમયમાં 92.4 મીટરની ઊંચાઈ ધરાવતા અને 22 માળ સુધીનાં બિલ્ડિંગો પણ બનશે. અમદાવાદ મ્યુનિ.દ્વારા ડેવલપર્સ પાસેથી આ અંગે અભિપ્રાય મેળવવામાં આવતાં રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના ટાગોર હોલ અને ઈવેન્ટ સેન્ટર વચ્ચે આ પ્રકારનાં ત્રણ બિલ્ડિંગોના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સ્કાઇસ્ક્રેપરની સાથે રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે. એ ઉપરાંત 4 ક્રિકેટ પિચ, 4 ટેનિસ કોર્ટ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પણ પૂર્ણ થવાને આરે છે.

22 માળનાં 3 બિલ્ડિંગો રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બહુમાળી ઈમારતોના બાંધકામ બાબતમાં વિવિધ ડેવલપર્સના અભિપ્રાય મગાવતા એજ્યુકેશનલ ઈન્સ્ટીટયૂટ સહિત કુલ 28 જેટલી કંપનીઓએ આ પ્રકારના પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો. 92.4 મીટરની ઊંચાઈ ધરાવતાં જે બિલ્ડિંગો રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે એમાં 22 માળ હશે. દરેક માળ 4.2 મીટરની ઊંચાઈવાળા હશે. નિર્માણ પામનારા બહુમાળી બિલ્ડિંગો પૈકી એક બિલ્ડિંગમાં મોલ અને બીજા બિલ્ડિંગમાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂટ બનાવાશે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગોમાં પ્લોટની સાઈઝને ધ્યાનમાં રાખીને એફ.એસ.આઈ. પણ આપવામાં આવશે.

રિવરફ્રન્ટમાં આકાર પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ થવાને આરે.
રિવરફ્રન્ટમાં આકાર પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ થવાને આરે.

4 ક્રિકેટ પિચ, 4 ટેનિસ કોર્ટ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ થવાને આરે
રિવરફ્રન્ટ પર શહેરના મહત્ત્વાકાંક્ષી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી પૂર્ણતાને આરે છે. 25 કરોડથી વધારે રકમના ખર્ચથી તૈયાર થનારું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાત માટે પણ યુનિક હશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ પ્રેક્ટિસ માટેની 4 પિચ અને 4 ટેનિસ કોર્ટ પણ હશે. એ ઉપરાંત 4 બાસ્કેટ બોલની પણ પિચ હશે. આ સ્થળે સ્કેટબોર્ડની પણ વ્યવસ્થા હશે. સિન્થેટિક જોગિંગ-ટ્રેક પણ હશે. યુવાનો માટે ખાસ ઓપન જિમ અને બાળકો માટે પણ પ્લે એરિયા રહેશે. એક જ કોમ્પ્લેક્સમાં આટલી મોટી સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ શકે એવું યુનિક કોમ્પ્લેક્સ હશે.

ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે
અમદાવાદ શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટઓવર બ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં એનું લોકાર્પણ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ બ્રિજ આકર્ષણરૂપ બની રહે એ માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રિવફ્રન્ટ પર તૈયાર થયેલા ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે.
રિવફ્રન્ટ પર તૈયાર થયેલા ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે.

પદયાત્રીઓ, સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે
ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટઓવર બ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી એમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટઓવર બ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતાં વિલંબ થતાં આગામી ડિસેમ્બર માસ પહેલાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને એ સાથે જ ડિસેમ્બરમાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

બંને છેડે ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, ગ્રીન બેલ્ટ તૈયાર કરાશે
રિવરફ્રન્ટ ફેઝ-2માં રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી પશ્ચિમમાં 11.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરાશે. ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે, જેથી બંને બાજુ થઇને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે. નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રકારનાં વિકાસનાં કાર્યોનો સમાવેશ થશે. રિવરફ્રન્ટ ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા માટે એમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીટિંગ એરેન્જમેન્ટ વગેરે જેવી સુવિધાઓ હશે.

અન્ય સમાચારો પણ છે...