શહેરમાં ઠેર ઠેર જાહેરમાં વેચાતાં ફુડ પ્રોડક્ટની ગુણવત્તા ચકાસણી માટે મ્યુનિ.એ શનિવારે માણેકચોકમાં 3 જગ્યાએથી સેમ્પલ મેળવ્યા ઉપરાંત 19 ખાદ્ય વિક્રેતાઓ પાસેથી નમૂના લીધા હતા. આ ઉપરાંત બિન આરોગ્યપ્રદ લાગે તેવા 35 કિલો જેટલા ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. મ્યુનિ. ટીમે નવરંગપુરા, માણેક ચોક સહિતના કેટલાક સ્થળો પર તપાસ અભિયાન હાથ ધર્યુંં હતું. 2 મહિનામાં મ્યુનિ. દ્વારા કુલ 296 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા છે. 11 નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. 96 નમૂનાના પરિણામ આવવાના બાકી છે.
ચીઝ, બટર, મેયોનીઝના સેમ્પલ લેવાયા
ખાદ્ય પદાર્થ વિક્રેતાનું સ્થળ | સેમ્પલ |
બોલે તો વડાપાંઉ, નવરંગપુરા | ચીઝ મેયોનીઝ |
કેસર એનએનવી પ્રા.લી., નવરંગપુરા | ચીઝ ડ્રેસિંગ |
રુદ્ર ફાસ્ટ ફુડ કોર્નર, ઇસનપુર | ચીઝ એનાલોગ |
ન્યૂ કર્ણાવતી દાબેલી એન્ડ વડાપાંઉ, માણેકચોક | બટર |
ભગવતી સેન્ડવિચ ફરતું સ્ટોલ, ગાંધી રોડ | ટેબલ સ્પ્રેડ |
નવરંગ ચાઇનિઝ સેન્ટર, ડીકેબિન | વેજિટેબલ ફેટ સ્પ્રેડ |
કર્ણાવતી દાબેલી, બોડકદેવ | પિઝા ટોપિંગ |
ક્યુ ફુડ્સ, સરદારનગર | બટર |
ન્યૂ કર્ણાવતી, નવા નરોડા | ફ્રૂટ સ્કવોશ |
અમદાવાદ કિંગ, નવા નરોડા | પ્રોસેસ્ડ ચીઝ |
શ્રી જનતા ફાસ્ટફૂડ, થલતેજ | બટર |
જય સિકોતર એન્ટરપ્રાઇઝ, ગોતા | બટર |
માણેકચોક સેન્ડવિચ પિઝા, માણેકચોક બજાર | ફ્રૂટ સોસ |
માણેક સેન્ડવિચ એન્ડ પિઝા સેન્ટર | બટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.