મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમે શુક્રવારે શહેરમાં 16 જેટલા ફૂડ વિક્રેતા પાસેથી ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતાં. જેમાં કર્ણાવતી દાબેલી, જયભવાની વડાપાંઉ, પુરોહિત સેન્ડવિચનો સમાવેશ થાય છે. ખાદ્યપદાર્થના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યારે મ્યુનિ.એ 30 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ નાશ કર્યો છે. છેલ્લા બે મહિનામાં જ મ્યુનિ.એ 280 નમૂના મેળવ્યા હતાં, જે પૈકી 11 જેટલાં નમૂના અપ્રમાણિત સાબિત થયા છે, જ્યારે હજુ 80 નમૂનાની તપાસ બાકી છે.
મ્યુનિ.ની વિવિધ ટીમે શહેરમાં અનેક ખાદ્યપદાર્થ વિક્રેતા પાસેથી બટર, ફ્રૂટ સ્ક્વોશના વિવિધ બનાવટના નમૂના લીધાં છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા બે મહિનામાં મ્યુનિ.એ અલગ અલગ ખાદ્યપદાર્થના 280 જેટલા નમૂના લીધાં છે, જે પૈકી 189 નમૂના પ્રમાણિત સાબિત થયા છે. જ્યારે 11 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે, જ્યારે 80 જેટલા નમૂનાની તપાસ બાદ તેનું પરિણામ આવવાનું બાકી છે.
બટર, સોસ, ચટણીનાં સેમ્પલ તપાસ માટે મોકલાયાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.