ટ્રાફિકની સમસ્યા:અમદાવાદમાં તહેવારોને પગલે ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરોને રોડ પર તહેનાત રહેવા આદેશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભીડભાડવાળી જગ્યા પર નજર રખાશે

દિવાળીના તહેવારને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના સર્જાય તે માટે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈને રસ્તા પર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે, સાથે જ હોક બાઈક, પીસીઆરવાન, ક્રેન, ઈન્ટર સેપ્ટર વાન અને બોર્ડી વોર્મ કેમેરાની પણ મદદ લેવામાં આવશે. સાથે જ ભીડભાડ હોય તેવી જગ્યાએ સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.

દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભીડ જોવા મળી રહી છે, સાથે જ ટ્રાફિકની સમસ્યાઓ થવા લાગી છે, જેના પગલે ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડાએ ટ્રાફિકના તમામ પીઆઈઓને પીક અવરમાં ટ્રાફિક નિયમનના પાલન માટે રસ્તા પર રહેવા માટેની ચૂચના આપી છે. સાથે જ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નવા 500 જેટલા હોમગાર્ડ જવાનની પણ ભરતી કરવામાં આવશે અને બાદમાં તેમને પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ પણ આપી દેવામાં આવશે.

મોલ, બજારો, હોટલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ટ્રાફિકજામ ન થાય તે માટે પણ પોલીસ કર્મીઓને પોઈન્ટ આપવામાં આ‌વશે. સાથે જ રસ્તા પર આડેધડ પાર્કિંગ ન થાય તો 14 જેટલી ટોઈંગ ક્રેનની મદદ લઈને વાહનો ટો પણ કરવામાં આવશે. રસ્તા પર હાજર પોલીસ કર્મીઓ બોર્ડી વોર્મ કેમેરાથી સજ્જ રહેશે જેના પગલે ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય.

અન્ય સમાચારો પણ છે...