તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Following The Election, The Police Fined Only 4244 People Without Masks In 7 Days, Before The Announcement Of The Election, 4 Thousand People Were Punished Every Day.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમો ઢીલા:ચૂંટણીને પગલે પોલીસે 7 દિવસમાં માસ્ક વિનાના માત્ર 4244ને દંડ્યા, ચૂંટણીની જાહેરાત પહેલાં દરરોજના 4 હજાર લોકો દંડાતા હતા

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
 • કૉપી લિંક
દરિયાપુરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઘણા કાર્યકરોએ માસ્ક પહેર્યાં ન હતાં. મેયર બિજલ પટેલ પણ હાજર હતાં. - Divya Bhaskar
દરિયાપુરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઘણા કાર્યકરોએ માસ્ક પહેર્યાં ન હતાં. મેયર બિજલ પટેલ પણ હાજર હતાં.

4 લાખ અમદાવાદીઓ પાસેથી માસ્કના બહાને 26 કરોડ દંડ વસૂલી લીધા બાદ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પોલીસે માસ્કનો દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું છે. 2020માં પોલીસ રોજ 3500થી 4000 લોકોને માસ્ક ન પહેરવા બદલ પકડતી હતી અને તેમની પાસેથી રોજનો કુલ 40 લાખ દંડ વસૂલ કરતી હતી. જોકે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પોલીસે માસ્કનો દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું છે. આ અંગે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ 1થી 7 ફેબ્રુઆરી સુધીના 7 દિવસમાં પોલીસે માત્ર 4244 લોકોને માસ્ક વગર પકડીને રૂ. 42.44 લાખ દંડ વસૂલ કર્યો છે.

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઉમેદવારો કાર્યકરોને લઈને ફોર્મ ભરવા જાય છે. ઉપરાંત રેલી, સભા, સરઘસોમાં માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં પોલીસે પાછીપાની પણ કરવી પડી રહી છે, જેથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી બચવા માટે સામાન્ય લોકો પાસેથી પણ દંડ વસૂલ કરવાનું બંધ કર્યાનું ચર્ચાય છે.

માસ્ક ન પહેરવું તેવી જાહેરાત થઈ નથી
શહેરમાં કોરોનાની શરૂઆતથી માસ્ક પહેરવું, સેનેટાઇઝર રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરાયું છે. આ ત્રણેય બાબતને આગળ કરી પોલીસે લાખો લોકો સામે ગુના નોંધ્યા છે, લાખો લોકોનાં વાહનો ડિટેઇન કરીને દંડ વસૂલ કર્યો છે તેમ જ લાખો લોકો પાસેથી માસ્કનો કરોડો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જોકે માસ્ક ન પહેરવા અંગે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પોલીસે હાલ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું છે.

આવું જ રહ્યું તો કોરોનાથી બચી નહિ શકાય
કોરોનાની રસી જ્યાં સુધી દરેક વ્યક્તિ ન લઈ લે ત્યાં સુધી જો કોરોનાથી બચવું હોય તો માસ્ક ફરજિયાત પહેરો. આ સૂત્ર વડાપ્રધાને આખા દેશને અને ગુજરાત સરકારે બાંગ પોકારીને લોકો સુધી પહોંચાડ્યું છે. જોકે હજુ કોરોનાની બીમારી સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી નથી, તેમ છતાં પોલીસ સરકારનું આ સૂત્ર ભૂલી ગઇ છે અને માસ્કના કાયદાનું પાલન કરાવવામાં પાછીપાની કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો