• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Following The Controversy, The Name 'Adani' Was Removed From The Name Of The Airport, The Group's Logo And Name Were Also Removed From 26 Other Locations.

અદાણીની પીછેહઠ:વિવાદને પગલે એરપોર્ટના નામમાંથી ‘અદાણી’ નામ દૂર કરાયું, અન્ય 26 સ્થળેથી ગ્રૂપનો લોગો અને નામ પણ હટાવી દેવાયું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
એરપોર્ટ, અમદાવાદ - ફાઇલ તસવીર
  • એરપોર્ટ ઓથોરિટીની સૂચના બાદ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી જ સંચાલન કરાશે

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરતું હતું. પરંતુ આ નામની સાથે અદાણીએ એરપોર્ટ એરિયામાં અલગ અલગ સ્થળે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લોગોને નાનો કરવાની સાથે કેટલીક જગ્યાએથી દૂર કરી પોતાનો લોગો લગાવ્યો હતો. આ લોગો અને નામ અંગે વિવાદ થયા બાદ થોડા સમય પહેલાં એરપોર્ટ એરિયામાં તમામ જગ્યાએથી અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો. ત્યારબાદ હવે કંપનીના નામમાંથી પણ અદાણી નામ હટાવી દીધું છે અને હવે એરપોર્ટનું સંચાલન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના નામે થશે.

અદાણી ગ્રૂપે અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી કંપની બનાવી હતી. આ કંપનીએ એરપોર્ટનું સંચાલન હાથમાં લીધા બાદ એરપોર્ટ પરિસરમાં જ્યાં જ્યાં એરપોર્ટ ઓથોરિટીનો લોગો અને નામ હતાં, ત્યાં બધી જગ્યાએ અદાણીનો લોગો લગાવી દીધો હતો. જેના પગલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અદાણી ગ્રૂપ વચ્ચે એરપોર્ટના સંચાલન માટે થયેલા એમઓયુની શરતોનો ભંગ થયો હતો.

વિવાદ થતાં એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરાતાં, અમદાવાદ એરપોર્ટ પરિસરમાં અલગ અલગ 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. વધુ વિવાદ ન થાય તે માટે અદાણી ગ્રૂપે લોગો તમામ સ્થળેથી હટાવી દીધો હતો. એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા અને તેના લોગો કે નામમાં ફેરફાર નહીં કરવાનું જણાવાયું હતું. જેથી હવે એરપોર્ટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી સંચાલિત થશે.

દિલ્હીમાં પ્રદૂષણને લીધે અમદાવાદ આવતી 7 ફ્લાઈટ લેટ
વાતાવરણમાં પ્રદૂષણ વધુ હોવાની સાથે એરપોર્ટ પર ટ્રાફિક ભારણ વધતા દિલ્હીથી અમદાવાદ આવતી જતી 7 જેટલી ફ્લાઈટો 1 કલાક કે તેથી વધુ મોડી પડવાની સાથે અમદાવાદની 18 જેટલી ફ્લાઈટો 1 કલાકથી વધુ મોડી પડી હતી. જેમાં પટનાથી અમદાવાદ આવતી ફ્લાઈટ સૌથી વધુ લગભગ 5 કલાક જેટલી મોડી પડી હતી. જેને કારણે પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ગો-ફર્સ્ટની 10, સ્પાઈસ જેટની 7 સહિત 18 ફ્લાઈટ 5 કલાક સુધી મોડી પડી

એરલાઈનકેટલી મોડી
સ્પાઈસ જેટ

અમૃતસર-અમદાવાદ

1.00 કલાક
પટના-અમદાવાદ4.55 કલાક

વારાણસી-અમદાવાદ

1.15 કલાક

અમદાવાદ-દહેરાદૂન

1.35 કલાક

અમદાવાદ-અમૃતસર

1.25 કલાક

અમદાવાદ-વારાણસી

1.10 કલાક
અમદાવાદ-દુબઈ3.50 કલાક
ઈન્ડિગો
દિલ્હી-અમદાવાદ2.30 કલાક
ગો-ફર્સ્ટ
દિલ્હી-અમદાવાદ2.30 કલાક

ચંડીગઢ -અમદાવાદ

1.34 કલાક
મુંબઈ-અમદાવાદ1.45 કલાક
દિલ્હી-અમદાવાદ2.30 કલાક
દિલ્હી- અમદાવાદ2.50 કલાક
ગોવા-અમદાવાદ1.30 કલાક
અમદાવાદ-દિલ્હી1.55 કલાક
અમદાવાદ-ગોવા1.43 કલાક
અમદાવાદ-દિલ્હી1.05 કલાક
અન્ય સમાચારો પણ છે...