તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી બસ સેવા:અમદાવાદમાં રથયાત્રાને પગલે BRTSના 5 રૂટ બંધ રહેશે, AMTSએ 57 રૂટ ટૂંકાવ્યા, 46 રૂટમાં ડાયવર્ઝન આપ્યું, વાંચો સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • શહેરમાં રથયાત્રાને પગલે AMTSના 105 રૂટની 483 બસોને અસર

અમદાવાદમાં આગામી 12મી જુલાઈને અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે. જેને સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. રથયાત્રા નીકળવાની હોઈ સરકાર દ્વારા શહેરમાં રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં AMTS અને BRTS દ્વારા કેટલાક રૂટની બસો સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બંધ કરાઈ છે, જ્યારે કેટલાક રૂટની બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

BRTSના પાંચ રૂટ બંધ રહેશે
રથયાત્રાને પગલે BRTSના ઝુંડાલથી નારોલ, નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા, એસ.પી રીંગ રોડ (ઓઢવ)થી એલ.ડી. એન્જિનિયરીંગ, RTO સર્ક્યુલર રૂટ તથા RTO એન્ટીસર્ક્યુલર રૂટ બંધ રહેશે. જ્યારે 3 રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

રથયાત્રાને પગલે BRTSના કયા રૂટને અસર રહેશે તેનું લિસ્ટ
રથયાત્રાને પગલે BRTSના કયા રૂટને અસર રહેશે તેનું લિસ્ટ

AMTSના 46 રૂટ પર ડાયવર્ઝન
શહેરમાં રથયાત્રાને પગલે સવારે 6થી બપોરે 2 દરમિયાન AMTSના 105 રૂટની 483 બસોને અસર થશે. જેમાં 46 રૂટ પર 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટને ટૂંકાવવામાં આવ્યા છે અને 2 રૂટ પરની બસોને બંધ કરવામાં આવી છે.

AMTSની 57 રૂટ રથયાત્રાને પગલે ટૂંકાવાયા
AMTSની 57 રૂટ રથયાત્રાને પગલે ટૂંકાવાયા

5થી 6 કલાકમાં રથયાત્રા પૂરી થશે
​​​​​​​
નોંધનીય છે કે સોમવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. કોરોના મહામારીને લીધે આ વખતે ભગવાનની 14 કલાકની રથયાત્રા 5થી 6 કલાકમાં પૂરી થઈ જશે. જોકે દર વર્ષે 22 કિલોમીટરના રૂટ પરથી પસાર થતી ભગવાનની રથયાત્રા 12થી 15 કલાકમાં પૂર્ણ થાય છે, પણ આ વખતે 6 કલાકમાં રથયાત્રા પૂરી કરવા માટે ખલાસીઓ દ્વારા રથનું ખાસ ટાઇમ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.