તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર, સ્કૂલ-કોલેજો ફરી શરૂ થતા લોકો કોરોનાને ભૂલ્યા હોય એવો માહોલ સર્જાયો છે પણ મહામારીનું સંકટ હજુ પણ ટળ્યું નથી. રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં રોજેરોજના પોઝિટિવ કેસોમાં ધીમી ગતિએ વધારો નોંધાયો છે. ગત 8 ફેબ્રુઆરીએ રાજ્યમાં નવા 232 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 12 ફેબ્રુઆરીએ નવા કેસની સંખ્યા વધીને 268 નોંધાઈ હતી.
અગાઉ કોરોનાના હૉટસ્પોટ એવા રાજ્યના ચાર મોટા શહેરોમાં પણ છેલ્લા 7 દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ જોવા મળી છે. હાલના તબક્કે આ વધારો ઓછો હોવા છતાં આ ઉછાળો કોરોનાનું સંકટ ટળ્યું નથી એ જરૂર દર્શાવે છે. અમદાવાદ શહેરમાં ગત 8 ફેબ્રુઆરીએ 49નવા કેસ હતા જે 12 ફેબ્રુઆરીએ વધીને 59 થયા છે. સાથે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ છેલ્લા 7 દિવસમાં નવા કેસોમાં વધઘટ યથાવત રહી છે. શુક્રવારે નવા 268 કેસ સાથે રાજ્યના કુલ કેસોની સંખ્યા વધીને 2,64,718 થઈ છે. જ્યારે વધુ 281 લોકો રીકવર થયા એ સાથે કુલ સાજા થયેલાઓની સંખ્યા 2,58,551 થઈ હતી. રાજ્યમાં કોરોનાનો રીકવરી દર 97.67 ટકા છે. અત્યાર રાજ્યમાં કુલ 1,767 એક્ટિવ કેસ છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાથી એકમાત્ર મોત અમદાવાદમાં થયું હતું.
છેલ્લા 2 દિવસમા...
તારીખ | 12 | 11 |
અમદાવાદ | 59 | 49 |
સુરત | 34 | 46 |
વડોદરા | 42 | 77 |
રાજકોટ | 37 | 47 |
10 જિલ્લામાં એકેય કેસ નોંધાયો નહીં
અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ 10 જિલ્લા અને એક કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નથી
1767 એક્ટિવ કેસ, 28 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર 551 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 64 હજાર 718ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,400એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર 551 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1767 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 વેન્ટિલેટર પર જ્યારે 1739 દર્દીની હાલત સ્થિર છે.
આજે 25 હજાર 823 લોકોને વેક્સિન અપાઈ
આજે (12 ફેબ્રુઆરી) 786 કેન્દ્રો પર 25 હજાર 823 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 7 લાખ 67 હજાર 611 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં રસીની આડ અસરનો એકેય ગંભીર કેસ સામે આવ્યો નથી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.