વિકાસનો બ્રીજ મંજૂર:ગાંધીનગર- કોબા રોડ પર PDPU જંક્શન પાસે રૂ. 50 કરોડના ખર્ચે ઓવરફ્લાય બનશે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંજૂરી આપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવરનું નિર્માણ કરાશે

ગાંધીનગર - કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા 50 કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે. આ નવા ફલાયઓવર નિર્માણ માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે. માર્ગ પહોળા કરવા અને ફ્લાયઓવર બાંધવા આયોજનગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાયઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ન્યૂ ગાંધીનગરનો સતત વિકાસ થઈ રહ્યો છે
ગાંધીનગરથી અમદાવાદ જવા માટેના કોબા સર્કલવાળા માર્ગ થઈ અમદાવાદના વિવિધ વિસ્તાર તેમજ એરપોર્ટ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી આ માર્ગો ઉપર દિવસે દિવસે વાહનોની અવરજવર વધતી જાય છે. તેમજ ગાંધીનગર-કોબા માર્ગ પર ન્યૂ ગાંધીનગરનો વિકાસ સતત થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના સુચારું આયોજન માટે ગાંધીનગર- કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ.જંક્શન પર નવા ફ્લાયઓવર બાંધવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બંધાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે 50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.