કોંગ્રેસના કોર્પોરેટરની હાઈકોર્ટમાં અરજી:‘શહેરમાં ફ્લાવર શોને કારણે કોરોના સંક્રમણ વધી શકે છે, 400 લોકો ભેગા થાય તો સંક્રમણ બમણું થશે’

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ હાઇકોર્ટમાં અરજી કરી - Divya Bhaskar
ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદમાં 8 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલાં ફ્લાવર શૉ પર રોક લગાવવા કોંગ્રેસના કોર્પોરેટરે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફ્લાવર શૉ કરવો જોખમી સાબિત થઈ શકે છે. રોજે હજારો લોકો તેની મુલાકાતે આવે તો સંક્રમણ વધી શકે છે. અરજી પર સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

કોંગ્રેસનાં ચાંદખેડા વોર્ડનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી છે કે કોર્પોરેશન દ્વારા ફ્લાવર શૉમાં રોજના 400 લોકોને મુલાકાત આપવામાં આવશે. એક સાથે 400 લોકો ભેગા થાય તો સંક્રમણ ડબલ થઈ શકે છે. કોર્પોરશને આ શૉ માં ફૂડ સ્ટોલ પણ રાખવા મંજૂરી આપી છે. લોકો ત્યાં નાસ્તો કરવા ભેગા થાય ત્યારે માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વગર મળશે.

WHO એ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ માસ્ક વગર અમિક્રોન ઝડપથી લાગી જાય છે. સરકારી વેબસાઇટના આંકડા મુજબ રોજે ઓમિક્રોનના કેસ વધતા જાય છે. આવા સમયે ફ્લાવર શૉ ના કરવો જોઈએ. કોર્પોરશને બહાર પાડેલા ઠરાવમાં વેક્સીનેશનનાં બંને ડોઝ લીધા હશે તેને જ પ્રવેશ મળશે કે તમામને? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...