ફ્લોરાએ દુનિયા છોડી:1 દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર બનેલી ફ્લોરાનું નિધન, બ્રેઇન ટ્યુમરની બિમારીથી પીડાઈ રહી હતી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેમ્બરે એક દિવસના કલેક્ટર તરીકે ચાર્જ સોંપ્યો હતો
  • બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી એ એક મોટો પડકાર હતો

માત્ર એક દિવસ માટે અમદાવાદ જિલ્લાની કલેક્ટર બનેલ 11 વર્ષની ફ્લોરાનું આખરે નિધન થયું છે. 7 મહિના પહેલા બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. જે બાદ તેની સારવાર ચાલી રહી હતી. મોટા થઈને તેની ઈચ્છા આઈ.એ.એસ અધિકારી બનવાની હતી. જોકે, બીમારીના કારણે તે ઈચ્છા પૂરી થવી શક્ય ન હોવાથી, તેની ઇચ્છાને માન આપવા માટે અમદાવાદ કલેક્ટરે 18 સપ્ટેમ્બરે એક દિવસના કલેક્ટર તરીકે ચાર્જ સોંપ્યો હતો અને તેની ઈચ્છા પૂરી કરી હતી.ફ્લોરાના નિધન અંગે અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે ટ્વીટર પર જાણકારી આપી શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. કલેક્ટરે ટ્વીટર પર બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેના પરિવારજનો સાંત્વના પાઠવી છે.

અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે ટ્વીટર પર જાણકારી આપી શ્રદ્ધાંજલિ પણ પાઠવી
અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે ટ્વીટર પર જાણકારી આપી શ્રદ્ધાંજલિ પણ પાઠવી
પરિવાર સાથે અમદાવાદ જિલ્લાના કલેક્ટરની ખુરશી પર બેસેલી ફ્લોરા
પરિવાર સાથે અમદાવાદ જિલ્લાના કલેક્ટરની ખુરશી પર બેસેલી ફ્લોરા

સામાન્ય વ્યક્તિની જેમ બોલી શકતી ન હતી ફ્લોરા
ગાંધીનગરના સરઘાસણમાં રહેતી ફ્લોર આસોડિયાની ઉંમર માત્ર સાત વર્ષની હતી. 7 મહિના પહેલા તેને બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન બાદ તેની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કે બોલી શકતી ન હતી. ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. જોકે તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેક્ટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલ અને ફ્લોરા
અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલ અને ફ્લોરા

કલેક્ટરની હાજરીમાં કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો
ફ્લોરા જ્યારે કલેક્ટર તરીકે કચેરીએ પહોંચી હતી ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં કેક કાપીને તેના જન્મ દિવસની એડવાન્સમાં ઉજવણી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...