લોકડાઉનમાં છૂટછાટ / સોમવારથી અમદાવાદ એરપોર્ટ પર 50 ફ્લાઈટ ટેકઓફ કરશે, ભાડા માટે 6 સેક્ટર ક્લાસ નક્કી કરાયા

Flight service from Ahmedabad started from 25th May
X
Flight service from Ahmedabad started from 25th May

  • ફ્લાઈટના ભાડાને Aથી G પ્રમાણે છ સેક્ટર ક્લાસમાં વહેંચવામાં આવ્યા
  • ઇન્દોર, ગોવા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, બેંગ્લોર અને કોલકતા સહિતના શહેરો માટે ફ્લાઇટ સેવા શરૂ
  • ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું, નિયમોનું પાલન કરવું ફરજિયાત
  • મનફા‌વે તેટલા પૈસા ન લેવાય એટલે ભાડા નિયંત્રિત કરાયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 02:31 AM IST

અમદાવાદ. ઘરેલું વિમાન સેવા આગામી 25મી મેથી પુર્વવ્રત થવાની છે, ત્યારે અમદાવાદ શહેરથી અન્ય શહેરોને જોડતી 50 જેટલી ફ્લાઇટ શરૂ થઇ જશે, જેમાં અમદાવાદથી તમામ મોટા શહેરો સાથેનું જોડાણ પુર્વવ્રત થઇ જશે. બીજી તરફ આ લોકોડાઉન બાદ શરૂ થઇ રહેલી એરલાઇન્સ કંપનીઓ આડેધડ ભાડા ન ઉઘરાવે તે માટે ભાડા નિયંત્રિત કરવામાં આવ્યા છે.
ભાડુ કેન્દ્ર સરકાર નક્કી કરશે
અમદાવાદ શહેરમાંથી એક જ દિવસે 50 જેટલી ફ્લાઇટ શરૂ થવાની હોવાનું આધારભુત સુત્રો દ્વારા જાણવા મળે છે. 23થી વધારે શહેરો સાથેનું અમદાવાદની એર કનેક્ટિવિટી શરૂ થઇ જશે. આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. ત્યારે બીજી તરફ આ ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાના નિયમો બનાવામાં આવ્યા છે. જેનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. નોંધનીય છે કે, અમદાવાદથી અન્ય સ્થળો માટે ભાડુ પણ કેન્દ્ર સરકારે નિયંત્રિત કર્યું છે. જેથી રૂ. 2000થી લઇને રૂ 12000 સુધીનું ભાડુ વસુલી શકાશે. તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. અમદાવાદથી અન્ય શહેરો સાથેની એર કનેક્ટીવીટી શરૂ થઇ જતાં હવે વેપાર ઉદ્યોગો સહિત અન્ય પ્રવાસનને પણ જોર મળશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. અન્ય રાજ્ય ઉપરાંત રાજ્યમાં પોરબંદર, કંડલા સહિતના શહેરને જોડતી ફ્લાઈટ પણ 25મી મેથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.
દિલ્હી, મુંબઈ સહિતની ફ્લાઇટ શરૂ થશે
અમદાવાદથી દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કલકત્તા, ઉપરાંત ઇન્દોર, ભોપાલ, જયપુર, ચંદીગઢ, દહેરાદુન, ગોવા, હૈદરાબાદ, કોચી, લખનઉ, વારણસી, બેંગલુર, ભુવનેશ્વર, પટણા, ગૌહાટી, જલગાંવ, નાસિક, જેસલમેર ઉપરાંત પોરબંદર, કંડલા માટે પણ વિમાન સેવા ચાલુ થઇ જશે.

ક્લાસ ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
A 2000 6000
B 2500 7500
C 3000 9000
D 3500 10000
E 4500 13000
F 5500 15700
G 6500 18600

 અમદાવાદથી ફ્લાઇટના આવાગમન માટે નક્કી કરાયેલા ક્લાસ અને ભાડુ

A ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
2000 6000
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવાદ ઇન્દોર
ઇન્દોર અમદાવાદ
B ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
2500 7500
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવાદ ભોપાલ
અમદાવાદ જયપુર
અમદાવાદ મુંબઇ
ભોપાલ અમદાવાદ
જયપુર અમદાવાદ
મુંબઇ અમદાવાદ
C ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
3000 9000
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવાદ ચંદીગઢ
અમદાવાદ દહેરાદુન
અમદાવાદ દિલ્હી
અમદાવાદ ગોવા
અમદાવાદ હૈદરાબાદ
અમદાવદ કોચી
અમદાવાદ લખનઉ
અમદાવાદ વારાણસી
ચંદીગઢ અમદાવાદ
દહેરાદુન અમદાવાદ
દિલ્હી અમદાવાદ
ગોવા અમદાવાદ
લખનઉ અમદાવાદ
હૈદરાબાદ અમદાવાદ
D ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
3500 10000
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવાદ બેંગલોર
અમદાવાદ ભુવનેશ્વર
અમદાવાદ કોલકતા
અમદાવાદ પટના
બેંગલોર અમદાવાદ
વારાણસી અમદાવાદ
રાઈપુર અમદાવાદ
પટના અમદાવાદ
E ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
4500 13000
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવદ ચેન્નાઇ
ચેન્નાઇ અમદાવાદ
કોચી અમદાવાદ
કોલકતા અમદાવાદ
શ્રીનગર અમદાવાદ
F ક્લાસ
ઓછામા ઓછું ભાડુ વધુમાં વધુ ભાડુ
5500 15700
એરપોર્ટ નામ ડિપાર્ટિંગ ટૂ
અમદાવાદ ગુવાહાટી
ગુવાહાટી અમદાવાદ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી