તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનલૉક-2:અમદાવાદથી વારાણસી, ચંડીગઢ માટે ફ્લાઈટ શરૂ, ભુવનેશ્વર માટે પણ સપ્તાહમાં 3 દિવસ સેવા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 જુલાઈથી અમદાવાદ-ઈન્દોર વચ્ચે વિમાન સેવા

લૉકડાઉન દરમિયાન ફ્લાઈટ બંધ રહ્યા બાદ સરકાર દ્વારા અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરો વચ્ચે કેટલીક ફ્લાઈટ શરૂ કરી હતી. આ ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યા વધતા વિવિધ એરલાઈન્સ દ્વારા ડીજીસીએની મંજૂરી બાદ અનલૉક-2માં વધુ કેટલાક રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ઇન્ડિગો દ્વારા અમદાવાદથી ચંડીગઢ, વારાણસી અને ભુવનેશ્વર માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. 

અમદાવાદથી ચંડીગઢ માટે દરરોજ, અમદાવાદથી વારાણસી માટે સપ્તાહમાં ચાર દિવસ તેમજ ભુવનેશ્વર માટે સપ્તાહમાં ત્રણ દિવસ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે તેમ એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું. એજરીતે ટ્રુજેટ એરલાઈન્સ દ્વારા પણ 13 જુલાઈથી અમદાવાદથી ઇન્દોર માટે અને 14 જુલાઈથી અમદાવાદથી ઔરંગાબાદ માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો