તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કોવેક્સિન’ ની અમદાવાદમાં ટ્રાયલ:પાંચને કોરોનાની રસી મુકાઈ, પ્રારંભિક કલાકોમાં એકેયને કોઈ આડઅસર નહીં

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલના મેડિસિન વિભાગમાં ગુરુવારે કોરોના વાઈરસની રસી ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં દિવસે 5 વોલન્ટિયર્સને રસી મુકવામાં આવી હતી. - Divya Bhaskar
સોલા સિવિલના મેડિસિન વિભાગમાં ગુરુવારે કોરોના વાઈરસની રસી ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં દિવસે 5 વોલન્ટિયર્સને રસી મુકવામાં આવી હતી.
  • આજે એકસાથે 50 લોકો આવે તો પણ રસી મુકવાની વ્યવસ્થા હોવાનો દાવો
  • રસી પહેલાં અને પછી વિવિધ ટેસ્ટ કરાયા, અસરો અંગે વિગતવાર સમજ પણ અપાઈ
  • રસીથી ચકામા, ખંજવાળ, દુખાવો કે સોજો નથી તેની પણ તપાસ થઈ

સોલા સિવિલના મેડિસિન વિભાગમાં ગુરુવારે સવારે પાંચ વોલન્ટિયર્સને આત્મનિર્ભર કોવિડ વેક્સિન ‘કોવેક્સિન’ આપવા સાથે ક્લિનિકલ ટ્રાયલનો પ્રારંભ થયો છે. ટ્રાયલ કમિટીના પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટર પારુલ ભટ્ટના જણાવ્યા અનુસાર વોલન્ટિયર્સને સવારે 10થી 11 વચ્ચે રસી અપાયા પછી મોડી સાંજ સુધી આડઅસરની કોઈ ફરિયાદ હતી નહીં.ટ્રાયલ માટે 25 લોકોએ નામ નોંધાવ્યા છે. શુક્રવારે એકસાથે 50 લોકો આવે તો પણ રસી અપાશે.

ક્લિનિકલ ટ્રાયલ કમિટીએ આ 25માંથી 5ને ફોન કરી બોલાવ્યા હતા. લગભગ 10 વાગ્યે તમામને એક રૂમમાં બેસાડી પહેલાં તેમની હિસ્ટ્રી લેવામાં આવી હતી. તેમજ વેક્સિન શું છે, કેમ આપવામાં આવે છે, કેટલા સમય માટે લેવાની છે તેની સમજ આપવામાં આવી હતી. એ પછી તેમની પાસે 10 પાનાનું ફોર્મ ભરાવાયું હતું. ફોર્મની વિધિ પત્યા પછી વોલન્ટિયર્સના અલગ અલગ ટેસ્ટ કરાયા હતા અને કમ્પ્યૂટરમાં કોડ જનરેટ થયા પછી વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનના અડધો કલાક પછી તમામનું બીપી અને ઓક્સિજન માપવામાં આવ્યું હતું. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ રસી લેનારા વોલન્ટિયર્સની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. વેક્સિનની પ્રક્રિયા પચી પાંચેયને એક ડાયરી અપાઈ હતી. જેમાં કયા પ્રકારની તપાસ થઈ તેનો ઉલ્લેખ હતો.

વોલન્ટિયર્સની મેડિકલ હિસ્ટ્રી લઈ કમ્પ્યૂટરમાં કોડ જનરેટ કરાયો
વોલન્ટિયર્સે ફોર્મ ભરીને પરત આપ્યા બાદ તેમની મેડિકલ તપાસ હાથ ધરાઇ હતી, જેમાં તેમનો બ્લડ ટેસ્ટ, બ્લડપ્રેશર ચેક કરાયુું તેમજ ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઇ તકલીફ છે કે નહિ, પરિવારમાં કોઇને કોરોના થયો હતો કે થયો છે તે સહિતની તમામ હિસ્ટ્રી લેવામાં આવી હતી. ત્યારબાદ વોલિયેન્ટર્સની તમામ માહિતી કમ્પ્યૂટરમાં નાંખતાની સાથે કોડ જનરેટ થાય છે, કોડ જનરેટ થતાં સ્ટાફ દ્વારા તાત્કાલિક વેક્સિન લાવીને વોલન્ટિયર્સને મુકવામાં આવી હતી. વેક્સિન આપ્યાના 30 મિનિટ પછી વોલન્ટિયર્સને વેક્સિન આપી છે તે જગ્યાએ લાલ ચકામા, ખંજવાળ,દુખાવો કે સોજો નથી તેની તપાસ કરી તેમજ બ્લડપ્રેશર અને ઓક્સિજન લેવલ તપાસવામાં આવ્યું હતું. પાંચેય વોલન્ટિયર્સમાં આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

રસી પહેલાં કઈ તપાસ થઈ તેની ડાયરી આપવામાં આવી
વોલન્ટિયર્સની વેક્સિન આપવાની પ્રક્રિય પૂર્ણ થયા બાદ કયાં કયાં ટેસ્ટ કરાયા, શંુ પ્રોસિજર કરાઇ તે સાથેની વિગતવાર માહિતી સાથેની એક ડાયરી આપવામાં આવી હતી, વોલન્ટિયર્સે આ ડાયરી ફરીથી મહિના પછી સાથે લાવવાની હોય છે.

વેક્સિન 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે જાળવવી જરૂરી છે
વેક્સિનનું 2થી 8 ડિગ્રી ટેમ્પરેચર જાળવવુું જરૂર હોવાથી કમ્પ્યૂટરમાં વોલન્ટિયર્સનો કોડ જનરેટ થયા બાદ તાત્કાલિક સ્ટોર્સ રૂમમાં જાળવીને મુકેલી વેક્સિન મંગાવીને પાાંચ મિનિટમાં આપવી જરૂરી હોય છે.

અન્ય સમાચારો પણ છે...