તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી વધારાનો વિરોધ:વસ્ત્રાલ ARTOમાં પાસિંગની પાંચ હજાર અરજી અટવાઈ, પાસિંગની ફી વધારાનો ડીલરોએ વિરોધ કર્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધને લીધે અરજીઓ અટકાવ્યાનો આક્ષેપ

વસ્ત્રાલ એ આરટીઓ કચેરીમાં નવા વાહનોના પાસિંગ માટે અગાઉ રૂપિયા 100 વધારાની ફી લેવાતી હતી. જેમાં વધારો કરી રૂપિયા 200 કરાઈ છે. આ ભાવ વધારો ડિલરોએ ન સ્વીકારતા નવા વાહનોની અંદાજે 5500 અરજી ટેકનિકલ કારણ આપી અટકાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે 3000 ટુ વ્હીલર, 2000 કાર અને 500 ટ્રાન્સપોર્ટ વાહનોની અરજીઓનો નિકાલ થયો નથી.

વાહન વ્યવહાર વિભાગની ગાઈડલાઈન મુજબ નવા વાહનોના રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કરવાની છે અને આરટીઓ દ્વારા આ અરજીનો નિકાલ પણ ઓનલાઇન જ કરવાનો છે. આમ છતાં વસ્ત્રાલ એઆરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરો નવા વાહનોના કાગળો ઓફલાઈન મંગાવે છે.

ડીલરોના પ્રતિનિધિઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, દિવાળીમાં વેચાણ થયેલા નવા વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ટેકનિકલ કારણો આપી અટકાવાઇ છે. બીજી તરફ વાહન રજીસ્ટ્રેશન ઝડપથી થાય તો વાહન માલિકને સમયસર આરસી બુક મળી શકે. વાહનની લોનના કિસ્સામાં આરસીબુક બેંકમાં જમા કરાવવાની હોય છે. જેથી ગ્રાહકો વાહન ડીલરો પર દબાણ કરે છે. વસ્ત્રાલ એ.આર.ટી.ઓ, એસ.એમ.પટેલનો ટેલિફોનિક સંપર્ક થઇ શક્યો ન હતો. કચેરીના સિનિયર ઈન્સ્પેક્ટરે કહ્યું કે, કોઈપણ અરજી અટકાવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...