તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજ્યના પાંચ હજાર કોરોના વોરિયર્સ માનદ વેતનથી વંચિત

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે આઠ મહિના અગાઉ દરેકને 25 હજાર લેખે માનદ વેતન આપવાની જાહેરાત કરી હતી

કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આઠ મહિના અગાઉ દરેકને 25 હજાર લેખે માનદ વેતન આપવા જાહેરાત કરી હતી. જોકે આજદીન સુધી એક પણ કર્મચારીને એકેય રૂપિયો મળ્યો નથી. સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા હોસ્પિટલ, પીએસસી, સીએચસી સહિતનાં સેન્ટરો દ્વારા વારંવાર રિમાઈન્ડર મોકલવા છતાં સરકાર રૂપિયા આપવામાં વિલંબ કરી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં આશરે પાંચ હજારથી વધુ કોરોના વોરિયર્સ માનદ વેતનથી વિંચત છે.

સોલા સિવિલ હોસ્પિટલે પણ 163 કર્મચારીની યાદી મોકલી 51 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવા આરોગ્ય વિભાગ સમક્ષ 3 વખત રજૂઆત કરી છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે, ગ્રાન્ટ બાબતે સરકારમાં મૌખિક અને લેખિત બંને સ્વરૂપે રજૂઆતો કરી છે, પણ ત્યાંથી ગ્રાન્ટ આવે પછી જ માનદ વેતન આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો