AMCની કડક કાર્યવાહી:અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો સેમ્પલો અનફિટ આવતા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ સહિત પાંચ દુકાનો સીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં માત્ર મધ્ય ઝોનમાં જ આવી ડ્રાઈવ યોજવામાં આવી આખા શહેરમાં ડ્રાઈવ યોજવા ફૂડ વિભાગનું કોઈ આયોજન નહી

અમદાવાદમાં ઉનાળાની સીઝન દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. બારનું ખાવા અને પીવાના કારણે રોગો થતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી શહેરના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખાણીપીણીના એકમોમાં ચેકિંગ કરવા માટે ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં ખાણીપીણી પદાર્થ અને પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. સેમ્પલ અનફિટ આવતા રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, હની બ્રેકફાસ્ટ, સિદ્ધિવિનાયક બિઝનેસ હબમાં આવેલા ઢોસાવાલા ગોપી રેસ્ટોરન્ટ અને શક્તિ સેન્ડવીચને સીલ કરવામાં આવ્યા હતા.

રાજસ્થાન હોસ્પિટલની સામે આવેલી પાંચ જેટલી દુકાનોના સેમ્પલ અનફિટ આવતાં આજે હેલ્થ વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવી હતી. જોકે આ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફુડ વિભાગ દ્વારા આખા શહેરમાં કરવી જોઈએ પરંતુ નિષ્ક્રિય અધિકારીઓના કારણે અન્ય અધિકારીઓએ પોતાના ઝોનમાં ધ્યાન રાખવાઆ કામગીરી કરાવી પડે છે.

અનેક જગ્યાએ રોગચાળાનું પ્રમાણ વધ્યું
શહેરમાં અનેક જગ્યાએ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને ખાણીપીણીના એકમો અને જ્યુસ, લીંબુ શરબત જેવું વેચાણ કરતા દુકાનોમાં ખાદ્ય વેચાણ થતું હોય છે, જેના કારણે લોકોને રોગચાળાનો સામનો કરવો પડે છે. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ દ્વારા ફૂડ ડિસ્ટ્રકશન ડ્રાઈવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ અને ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ જોડાઈ હતી. 12 મેના રોજ આ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને શાહીબાગ વોર્ડમાં ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી હતી.

58 દુકાનોમાં તપાસ કરવામાં આવી
ડ્રાઈવ દરમ્યાન કુલ 58 જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. 12 દુકાનોને નોટિસ આપવામાં આવી. જ્યારે 31 પાણીના અને 2 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. 33 કિલો અને 30 લિટર અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો.17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.34500નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન લેવાયેલા 31 પાણીના નમૂનામાં 5 જેટલા નમૂના અનફિટ આવતા આજે પાંચ દુકાનો સીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...