GST કાઉન્સિલની બેઠક:અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા લેખે જીએસટી લદાઈ શકે છે; હાલ બ્રાન્ડનેમ ધરાવતી પ્રોડક્ટ પર જ GST લેવાય છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારની વિચારણાનો રિટેઈલ ઉદ્યોગોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ચંદીગઢ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નોન બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ પર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાઈ શકે છે.

સરકાર જીએસટીઆર-3બીમાં સુધારા કરી શકાય તે માટે મહત્વનો નિર્ણય લઇને નવો નિયમ લાવવા વિચારી રહી છે. એટલે કે અત્યાર સુધી જે પદાર્થ ઉપર બ્રાન્ડ નેમ લાગુ પડતો હતો તેને જ 5 ટકા જીએસટી લાગુ પડતો હતો. પરંતુ હવે અન બ્રાન્ડેડ વસ્તુઓ ઉપર પણ 5 ટકા જીએસટી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. અગાઉ જીએસટી કાઉન્સિલની કાશ્મીરમાં મળનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવાવાની શક્યતા હતી પરંતુ આ બેઠક મોકૂફ રહી હતી.

અત્યાર સુધી ટ્રેડ નેમ નહીં વાપરતા હોય તેમને જીએસટીમાંથી મુક્તિ મળતી હતી. પરંતુ રિટેઈલ એસોસિએશને વિરોધ કર્યો હતો અને આવો કોઈ નિર્ણય નહીં લેવાની રજૂઆત કરી હતી.જો કે, જીએસટી કાઉન્સિલ જેને લઇને રિટેલ એસોસિએશન દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો છે અને આવો કોઇ ફેરફાર કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...