અમદાવાદ:વટવામાં રાતે ફરફ્યુ વચ્ચે પાંચ લોકોએ યુવકની ઘાતક હથિયારો વડે હત્યા કરી નાખી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ લોકો તલવાર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો
  • પોલીસે હત્યા, રાયોટિંગ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે

કોરોના મહામારીમાં લોકડાઉનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી કરફ્યુની પરિસ્થિતિમાં અમદાવાદના વટવા વિસ્તારમાં મોડી રાતે પાંચ શખસોએ ભેગા મળી યુવકની હત્યા કરી નાખી હતી. ઝઘડામાં પોલીસ ફરિયાદ અને પાસા થયા હોવાની અદાવતમાં કાર લઈને આવેલા પાંચ લોકો તલવાર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. સારવાર દરમ્યાન યુવકનું મોત થયું હતું. વટવા પોલીસે 5 લોકો સામે હત્યા, રાયોટિંગ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં રહેતા હનીફ મેમણના પુત્ર મોહસીનને થોડા સમય પહેલા વટવામાં જ રહેતા તબરેજખાન, મહંમદ હુસેન, અસલમ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં પોલીસ ફરિયાદ થઈ હતી. મંગળવારે રાતે વટવા રાજા બેકરી પાસે તબરેજખાન, મકબુલ, સોહિલખાન, ફુરકાન અને અસલમ ગાડી લઈને ઉભા હતાં. દરમ્યાનમાં મોહસીન એક્ટિવા લઈને આવ્યો ત્યારે તેને રોકી તબરેજ અને ફૂરકાને અમારા સામે કેમ પોલીસ ફરિયાદ કરી અને પાસા કરાવ્યા કહી અને તેના ઓર તલવાર અને ઘાતક હથિયારો લઇ પાંચેય તૂટી પડ્યા હતાં. આસપાસના લોકો ભેગા થઈ જતા પાંચેય નાસી ગયા હતાં. હોસ્પિટલ લઇ જતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...