ગુજરાત હાઈકોર્ટમાં નવા 5 જજની સુપ્રીમ કોલેજિયમની ભલામણને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. કોલેજિયમે 7 નામની ભલામણ કરી હતી. આગામી દિવસોમાં હાઈકોર્ટમાં 5 જજ દ્વારા શપથ લેવામાં આવશે.
સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે, અને દિવ્યેશ જોશીના નામને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 5 જિલ્લા કોર્ટમાંથી નામોની પસંદગી કરવામાં આવી હતી. હાલ ગુજરાત હાઇકોર્ટમાં 24 જજીસ કાર્યરત છે. હાઇકોર્ટમાં કુલ 54 જજીસની સ્ટ્રેન્થ છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટમાંથી ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.