જન આશીર્વાદ યાત્રા:મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપુરા અમદાવાદમાં યાત્રા યોજશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના મંત્રીઓ જનતાના આશિર્વાદ લેશે - Divya Bhaskar
ભાજપના મંત્રીઓ જનતાના આશિર્વાદ લેશે
  • આ યાત્રા સંદર્ભે 16 ઓગસ્ટે ભદ્રકાળી મંદિરથી યાત્રાની શરૂઆત થશે.

વડાપ્રધાન મોદીની સરકારમાં ગુજરાતના પાંચ સાંસદો મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતા જનતાના આશીર્વાદ લેવા 16મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી “જન આશીર્વાદ યાત્રા” યોજશે. સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના 43 મંત્રીઓ 212 લોકસભા અને 19 હજાર કિ.મીથી વધુ યાત્રા કરીને પ્રજાના દ્વાર સુધી પહોચવાનો પ્રયાસ કરશે.આ યાત્રા”ના સંદર્ભે 16 મી ઓગષ્ટે કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અમદાવાદમાં યાત્રા યોજાશે.

નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જશે
નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારીને સતત આશીર્વાદ આપતા રહ્યા છે. તે માટે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા “જન આશીર્વાદ યાત્રા” થકી નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જશે.

સમગ્ર ગુજરાતમાં 151 સ્થળોએ યાત્રા યોજાશે ( પ્રતિકાત્મક તસવીર)
સમગ્ર ગુજરાતમાં 151 સ્થળોએ યાત્રા યોજાશે ( પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી 16મીએ યાત્રા યોજાશે
અમદાવાદમાં “જન આશીર્વાદ યાત્રા” 16મી ઓગસ્ટે સવારે 8.00 કલાકે ભદ્રકાળી મંદિરમાં દર્શન કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતે પૂર્ણ થશે ત્યારબાદ આ યાત્રા પ્રજાના આશીર્વાદ લેવા અમદાવાદ જીલ્લા આગળ પ્રસ્થાન કરશે. આ યાત્રામાં કેન્દ્રિય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા સાથે, રાજ્યકક્ષા મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ મહામંત્રી તથા મહાનગર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, અનુ. જાતિ મોરચા અધ્યક્ષ ડો. પ્રદ્યુમ્ન વાજા, શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ, શહેર સંગઠનની ટીમ સહીત કાર્યકર્તાઓ જોડાશે.

રાજ્યમાં 151 સ્થળે સન્માન કાર્યક્રમો યોજાશે
પાંચ મંત્રીઓ પૈકી 15 ઓગસ્ટે દર્શના જરદોશ કરમસદથી, 16મીએ દેવુસિંહ ચૌહાણ અંબાજીથી, ડો.મહેન્દ્ર મુંજપરા અમદાવાદથી યાત્રાનો આરંભ કરશે. જ્યારે 19 ઓગસ્ટે મનસુખ માંડવિયા રાજકોટથી અને પરસોત્તમ રૃપાલા ઊંઝાથી યાત્રા શરૂ કરશે. રાજ્યમાં આ પાંચ મંત્રીઓ દ્વારા 151 સ્થળે કાર્યક્રમો યોજાશે. પાંચેય મંત્રીઓ જનતાના આશિર્વાદ લેવા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...