ચોર ટોળકી ઝડપાઈ:અમદાવાદમાં AMTS/BRTS અને એસ.ટી બસોમાં રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગના પાંચ ઈસમો પકડાયા
ચોરીના આરોપમાં પકડાયેલા આરોપીઓ
- આરોપીએ પોલીસની પૂછપરછમાં 25 જેટલી ચોરી કર્યાનું કબૂલ્યું
અમદાવાદ શહેરમાં દોડતી જાહેર પરિવહનની એ.એમ.ટી.એસ./બી.આર.ટી.એસ. તથા એસ.ટી. બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોની નજર ચુકવી રોકડ તથા દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરાયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પાંચ ઈસમોની ધરપકડ કરીને ચોરીના 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીઓએ 25 ચોરીના ગુનાની કબૂલાત કરી
વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે સારંગ પુર સર્કલ સામે આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે ચોર ટોળકી છે. જેથી પોલીસે ત્યાંથી અમીર ઉર્ફે અકી ઉર્ફે બમ્બૈયા, ધમેશ, સરફુદ્દીન, મોહંમદ હુસૈન તથા મહેબુબ નામના પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછ તપાસ દરમિયાન તેમણે 25 જેટલા ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. જેમાં અંદાજે 6.40 લાખ રૂપિયા જેટલી રકમ ચોરી કરી હતી.
ચોર ટોળકી પાસેથી 65,000ની રોકડ મળી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ પાસેથી રૂ. 65,000 રોકડ, મોબાઈલ ફોન તથા આધાર કાર્ડ મળી આવ્યા હતા. જે બસમાં મુસાફરી કરનારા પેસેન્જરો પાસેથી ચોરી કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મુદ્દામાલ કબજે લઈને સી.આર.પી.સી. કલમ 102 મુજબ તપાસ તથા સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓએ કબૂલ કરેલા ચોરીના ગુનાઓ નીચે મુજબ છે.
- એક મહિના અગાઉ કાલુપુર રેલવે સ્ટેશન એ.એમ.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 20,000ની ચોરી કરી
- એક મહિના અગાઉ રાયપુર બી.આર.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ.14000ની ચોરી કરી
- દોઢેક માસ અગાઉ સારંગપુર બી.આર.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 25,000ની ચોરી કરી
- સવા માસ અગાઉ સારંગપુર બી.આર.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 16,000ની ચોરી કરી
- સવા માસ અગાઉ દિલ્હી દરવાજા બી.આર.ટી.એસમાંથી એક લેડીઝ પેસેન્જરના રોકડા રૂ. 35,000ની ચોરી કરી
- દોઢેક માસ અગાઉ કાલુપુર બી.આર.ટી.એસમાંથી એક પેસેન્જરના રોકડા રૂ. 45000ની ચોરી કરી
- એક માસ અગાઉ પ્રેમદરવાજા બી.આર.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 10,000ની ચોરી કરી
- 25 દિવસ પહેલા આસ્ટોડીયા બી.આર.ટી.એસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 12,000ની ચોરી કરી
- 25 દિવસ પહેલા અમદાવાદ દહેગામ એસ.ટી બસમાંથી પેસેન્જરના રોકડા રૂ.20,000ની ચોરી કરી
- ત્રણેક માસ પહેલા અમદાવાદ દહેગામ એસ.ટી બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 35,000ની ચોરી કરી
- બે વર્ષ અગાઉ પ્રેમદરવાજા બી.આર.ટી.એસ બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 40,000ની ચોરી કરી
- ત્રણેક વર્ષ અગાઉ એ.એમ.ટી.એસ બસ નં 150 માંથી પેસેંજરના રોકડા રૂ. 56,000ની ચોરી કરી
- ગત દિવાળી અગાઉ બી.આર.ટી.એસ બસ નં. 7 માંથી પેસેન્જરના રોકડા રૂ. 50,000ની ચોરી કરી
- બે વર્ષ અગાઉ શાસ્ત્રીનગર બી.આર.ટી.એસ બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 28,000ની ચોરી કરી
- ત્રણ-ચાર મહિના અગાઉ ન્યુક્લોથ માર્કેટ બી.આર.ટી.એસ બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 20,000ની ચોરી કરી
- બે-અઢી માસ અગાઉ રાયપુર બી.આર.ટી.એસ બસ નં 150 માંથી પેસેન્જરના રોકડા રૂ. 20,000ની ચોરી કરી
- ત્રણેક વર્ષ અગાઉ અમદાવાદ-કલોલ એસ.ટી બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 1 લાખની ચોરી કરી
- ચાર-પાંચ માસ અગાઉ અમદાવાદથી સાણંદ એસ.ટી બસમાંથી પેસેન્જરના રોકડા રૂ. 20,000ની ચોરી કરી
- 25 દિવસ અગાઉ એ.એમ.ટી.એસ બસ નં 66/3 માંથી પેસેન્જરના રોકડા રૂ. 10,000ની ચોરી કરી
- દશેક દિવસ અગાઉ એ.એમ.ટી.એસ બસ નં. 58 માંથી પેસેન્જરના રોકડા રૂ. 13,000ની ચોરી કરી
- આઠેક દિવસ અગાઉ એ.એમ.ટી.એસ બસ નં.58 માંથી પેસેન્જરના રોકડા રૂ. 6000 ચોરી કર્યા
- નવ દિવસ પહેલા આસ્ટોડિયા દરવાજાથી એ.એમ.ટી.એસ બસ નં.142માંથી વૃદ્ધના ખિસ્સામાંથી 70,000ની ચોરી કરી
- ચૌદ દિવસ અગાઉ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી5 એક મહિલાના પર્સમાંથી રૂ. 25,000ની ચોરી કરી
- પચીસ દિવસ અગાઉ કાલુપુરથી અમદુપુરા બી.આર.ટી.એસ બસ સ્ટેશન રૂટમાં પેસેન્જરના ખિસ્સામાંથી ફોન ચોરી કર્યો
- પાંચેક દિવસ અગાઉ કાલુપુર ઘી બજારમાંથી રૂ. 3000ની ચોરી કરી