• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Five Layers Come To The Carrier In Maharashtra And The Receiver In Gujarat To Deliver Drugs To The Consumers, Policemen Are Also Involved In The Route.

આ રીતે થાય છે ડ્રગ્સની હેરાફેરી:ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડવા મહારાષ્ટ્રના કેરિયર અને ગુજરાતના રિસીવર સુધી પાંચ લેયર આવે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સની વધેલી માંગ પાછળ યુવાનોમાં વધી રહેલું તેનું ચલણ જવાબદાર
  • મહારાષ્ટ્રથી લવાતા ડ્રગ્સ માટે 1 કિલોના 1 લાખ રૂપિયા મળે છે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને તેમાં પણ ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિલિવરી માટે ગુજરાતના દરિયાઈ માર્ગ અને પોર્ટ ઉપયોગ થયો તે સાબિત થયું છે. પરંતુ ગુજરાતના વિશાળ દરિયા કિનારા અને દરિયાઈ માર્ગના ઉપયોગ વિશે ઇન્ટરનેશનલ તાર જોડવા માટે દેશની ટોચની એજન્સીઓ કામે લાગી છે. ગુજરાતમાં હાલ ચરસ અને એમ ડી ડ્રગ્સનો કારોબાર ચાલે છે. જેને સ્થાનિક મદદ મળે છે અને અલગ અલગ લેયરમાં ગ્રાહક સુધી પહોંચે છે. 500 થી 1 લાખ રૂપિયા સુધીના કમિશન માટે ડ્રગ્સનો કારોબાર થાય છે. જેમાં હવે યુવતીઓ ટાર્ગેટ હોવાનું વધુ સામે આવી રહ્યું છે.

ડ્રગ્સનો કારોબાર ડિલિવરી સુધી અલગ અલગ લેયરમાં વહેંચાયેલો છે
અમદાવાદમાં ઘણા સમયથી ડ્રગ્સની વધેલી માંગ પાછળ યુવાનોમાં વધી રહેલું તેનું ચલણ જવાબદાર છે. જેમાં પણ ખાસ કરીને હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં યુવતીઓને ફસાવવા અને તેનું શોષણ કરવા માટે ખાસ ગેંગ કામ કરે છે. આ ડ્રગ્સનો કારોબાર ડિલિવરી સુધી અલગ અલગ લેયરમાં વહેંચાયેલો છે. અગાઉ આ ડ્રગ્સ પ્રકરણની તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેની તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારીએ દિવ્યભાસ્કર સાથે મહત્વની વાત કરી છે.

ડ્રગ્સ વેચનાર આરોપીઓ ડાબેથી ઈમરાન, વચ્ચે શહેજાદ અને જમણે આરોપી પોલીસકર્મી ફિરોઝ.
ડ્રગ્સ વેચનાર આરોપીઓ ડાબેથી ઈમરાન, વચ્ચે શહેજાદ અને જમણે આરોપી પોલીસકર્મી ફિરોઝ.

વડોદરા અને અમદાવાદમાં એમ.ડી ડ્રગ્સ વધારે ચલણમાં છે
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તેમાંય ખાસ કરીને વડોદરા અને અમદાવાદમાં એમ.ડી ડ્રગ્સ વધારે ચલણમાં છે. યુવાનોને પ્રથમ મફત આપીને તેને ડ્રગ્સનો બંધાણી બનાવવામાં આવે છે. બાદમાં ધીમે ધીમે તેમનો મન ફાવે તેમ ઉપયોગ પણ ડ્રગ્સ કેરિયર કરતા હોય તેવું પણ સામે આવ્યું છે. ગુજરાતમાં અન્ય ડ્રગ્સ પણ ચલણમાં આવ્યા છે. પણ તે આટલા મોટા પ્રમાણમાં નથી હોતું.

અમદાવાદના પોલીસ અધિકારી સાથે શહેઝાદ
અમદાવાદના પોલીસ અધિકારી સાથે શહેઝાદ

ડ્રગ્સના ગોરખ ધંધામાં કોણ કોણ સામેલ છે
અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જેમાં પણ ખાસ કરીને ડ્રગ્સ વેચવામાં અગાઉ મહિલાઓ હતી. અત્યારે પણ મહિલાઓ આ ધંધામાં એક્ટિવ છે. અન્ય એવા લોકો જેનો પોલીસ સાથે નાનો મોટો સંપર્ક હોય તેવા લોકો, કેટલાક કિસ્સામાં ખુદ પોલીસકર્મી, પોલીસના બાતમીદાર અને તેમના નજીકના રિલેટિવ પણ અમદાવાદમાં ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે. જેમાં અમદાવાદના ફિરોજ ચોર, સાનું, શહેઝાદ, મોઇન, વાસુ, જિશાન, શબાના અને ગુડ્ડુ જેવા નામ સામે આવે છે. જેમાંથી ઘણા લોકો જેલની હવા ખાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...