તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વેક્સિનેશન:પાંચ લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા, 21 લાખથી વધુએ એક ડોઝ લીધો, બુધવારે 33,503એ રસી મુકાવી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. પાસે કો-વેક્સિનનો સ્ટોક આવી જતાં ટાઉન હોલ અને ટાગોર હોલ ખાતે મોટી સંખ્યામાં લોકોએ રસીનો બીજો ડોઝ લેવા માટે ધસારો કરતાં લાંબી લાઈન લાગી હતી. - Divya Bhaskar
મ્યુનિ. પાસે કો-વેક્સિનનો સ્ટોક આવી જતાં ટાઉન હોલ અને ટાગોર હોલ ખાતે મોટી સંખ્યામાં લોકોએ રસીનો બીજો ડોઝ લેવા માટે ધસારો કરતાં લાંબી લાઈન લાગી હતી.
  • મ્યુનિ. પાસે કો-વેક્સિનનો સ્ટોક આવ્યો, એક મહિના પછીના બીજા ડોઝ માટે ધસારો

એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. બુધવારે કુલ 33,503એ રસી મુકાવી હતી.

કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે કો-વેક્સિનનો સ્ટોક લગભગ એક અઠવાડિયા સુધી નિયમિત આવ્યો હતો. ત્યારબાદ સ્ટોક આવવાનો બંધ થઈ ગયો હતો. આ કારણે જે લોકોએ કો-વેક્સિનો પ્રથમ ડોઝ લઈ લીધો હતો તેવા લોકોને વેક્સિનનો બીજો ડોઝ ક્યારે મળશે તે સમસ્યા ઊભી થઈ હતી. કો-વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવાનો નિયમ છે. જેમ જેમ બીજો ડોઝ લેવાની તારીખ નજીક આવી રહી હતી તેમ તેમ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો.

બુધવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કો-વેક્સિનનો સ્ટોક આવી જતા બીજા ડોઝ માટે રસીકરણ કેન્દ્રો ઉપર 18થી 44 વયજૂથના લોકોની લાઈનો જોવા મળી હતી. કોવિન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવેલ લોકોને શહેરના જુદાજુદા સેન્ટરો ઉપર ટાઈમ સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. તે મુજબ કોવેક્સિન માટેના અલાયદા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી હતી. એલિસબ્રિજ પાસે આવેલા ટાઉન હોલ સહિતના કમ્યુનિટી હોલ પર બુધવારે વેક્સિન લેવા લોકોની ભીડ જામી હતી. 19,893 પુરુષ, 13,610 મહિલાઓ જ્યારે 45 વર્ષથી ઉપરના 4995એ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...