તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અમદાવાદમાં સ્ટીયરિંગ લોક થતાં અન્ડરબ્રિજમાં ઘૂસી જતાં BRTS બસનાં બે ફાડિયાં, છેલ્લા સ્ટેશને પેસેન્જરને ઉતાર્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી, ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ

અમદાવાદ9 મહિનો પહેલા
ડ્રાઇવર રમેશ મકવાણાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. - Divya Bhaskar
ડ્રાઇવર રમેશ મકવાણાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
  • બસ ડ્રાઇવર સાઇડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ
  • ડ્રાઇવર અને સુપરવાઇઝરને ઈજા થઈ

શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. આજે શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

સ્ટીયરિંગ લોક થવાથી અન્ડરબ્રિજમાં અથડાઈ, પેસેન્જર્સને છેલ્લા સ્ટેશને ઉતારતાં મોટી દુર્ઘટના ટળી
​​​​​​​
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.

આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ મુજબ ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો હતા.

શા માટે વારંવાર BRTS બસના અકસ્માતો થાય છે?

  • અપૂરતા પ્રમાણમાં ટ્રાફિક સાઇન
  • સર્વિ‌સ રોડ, મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ
  • ઝીબ્રા ક્રોસિંગનો અભાવ
  • રેલિંગ પર રેડિયમ નથી
  • ઠેર-ઠેર રેલિંગ તૂટેલી
  • સિમેન્ટનાં બેરિકેડ્સ પ્લાનિંગ વગરનાં

BRTS અકસ્માત

વર્ષમોત
2017-1814
2018-197
કુલ21

જયપુર-અમદાવાદ હાઈવે પર 100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળતાં બેનાં મોત થયાં હતાં
​​​​​​​
7 દિવસ પહેલાં રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત અને 11 લોકો ઘાયલ થયાં હતાં. ગેસપાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની લાપરવાહીને કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી, પરંતુ પવનને કારણે 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી પાઈપ રસ્તા પર પસાર થઈ રહેલી ખાનગી બસની આરપાર નીકળી ગઈ હતી.

બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી
બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી
બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો
બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો
ડ્રાઈવરરમેશ મકવાણા પ્રગતિ નગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા
ડ્રાઈવરરમેશ મકવાણા પ્રગતિ નગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા
અન્ડરપાસમાં બસ ઉતારતાની સાથે જ બસનું સ્ટિયરિંગ લોક થવાના કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ
અન્ડરપાસમાં બસ ઉતારતાની સાથે જ બસનું સ્ટિયરિંગ લોક થવાના કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ
આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા
આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...