તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદના વસ્ત્રાલમાં જન્મદિવસની ઉજવણીમાં રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરી કેક કાપનાર યુવક સહિત પાંચ લોકોની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
યુવકે તલવારથી કેક કાપી જાહેરનામાનો ભંગ કર્યો. - Divya Bhaskar
યુવકે તલવારથી કેક કાપી જાહેરનામાનો ભંગ કર્યો.
 • સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો બાદ ના છૂટકે રામોલ પોલીસે વિશાલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો
 • વસ્ત્રાલમાં યુવક તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો
 • વિશાલે એના નારાયણ બંગલોઝના કોમન પ્લોટમાં રાતે બનાવેલા સ્ટેજ પર તલવારથી કેક કાપી હતી

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં યુવક તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થયો હોવાનો અહેવાલ DivyaBhaskarમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને પગલે રામોલ પોલીસ દોડતી થઈ હતી. પહેલા તો રામોલ પોલીસે સમગ્ર ઘટનાને દબાવવા માટે હદનો વિવાદ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે છેવટે રાતે પોલીસે નાછૂટકે વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા સહિત પાંચ આરોપી સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે વિશાલ, વિપુલ, આશિષ, બ્રિજેશ અને રાજનની ધરપકડ કરી તલવાર કબજે કરી હતી. આરોપી વિશાલ સાથે રામોલ પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો હતો છતાં રામોલ PIએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા.
વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા.

વિશાલ પંડ્યા પોતાને કિંગ મેકર માને છે
શહેરમાં રાતના 11 વાગ્યાથી કર્ફ્યૂ હોવા છતાંં મોટી સંખ્યામાં ટોળું ભેગું કરીને તલવારથી કેક કાપી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો મૂકનારો વિશાલ ઉર્ફે મોન્ટુ પોતાને કિંગ મેકર તરીકે ઓળખાવતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સોસાયટીના કોમન પ્લોટમાં ખાસ બનાવાયેલા સ્ટેજ પર મુકાયેલી સંખ્યાબંધ કેક ઉપર પણ વિશાલ કિંગ લખેલી કેક કાપતો જોવા મળ્યો હતો.

રામોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી પણ વિશાલના બર્થડેમાં ગયા હતા
સોશિયલ મીડિયામાં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકે તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થતાં રામોલ પોલીસ સ્ટેશનના PI કે.એસ દવેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓઢવ પોલીસ સ્ટેશનની હદ લાગે છે, જેથી ઓઢવ પોલીસ આ મામલે ગુનો નોંધશે. જ્યારે ઓઢવ પોલીસ સ્ટેશન PI આર. જી. જાડેજાએ કહ્યું હતું કે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

રાજન કાળુભાઈ.
રાજન કાળુભાઈ.

વીડિયોમાં વિશાલ પંડ્યા નામનો શખસ હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસની હદમાં બનાવ બન્યો છે, જેથી રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે. આ સમગ્ર બાબતમાં રામોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી પણ વિશાલના બર્થડેમાં ગયા હતા તો શું તેમને હદ ખ્યાલ ન હતી ? પરંતુ છેવટે રામોલ PIએ વિશાલ સામે ગુનો દાખલ કર્યો હતો.

બ્રિજેશ કુમાર.
બ્રિજેશ કુમાર.

કોન્સ્ટેબલોએ બચાવ કરતા કહ્યું, કેક કાપી તે પહેલાં અમે નીકળી ગયા હતા
વિશાલ ઉર્ફે મોન્ટુ હાથમાં તલવાર લઈને બાહુબલી સ્ટાઈલમાં કેક કાપી રહ્યો હતો. આ પાર્ટીમાં બે પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતા. પોલીસની હાજરીમાં કર્ફ્યૂ વચ્ચે રાતના 12 વાગે તલવારથી કેક કપાય અને પોલીસ બર્થ ડે વિશ કરે તેવો ઘાટ થયો હતો. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એસ.દવેએ બે પોલીસ કોન્સ્ટેબલની હાજરીનો સ્વીકાર કર્યો હતો, પરંતુ તેમનો બચાવ કરતા કહ્યું કે, બંને કોન્સ્ટેબલ કેક કાપવામાં આવી તે પહેલા ત્યાંથી નીકળી ગયા હતા.

કોમન પ્લોટમાં ઉજવણી વખતે 10થી વધુ લોકો હાજર હતા
વિશાલે તેના નારાયણ બંગલોઝના કોમન પ્લોટમાં રાતે સ્ટેજ બનાવી એના પર કેક મૂકી તલવારથી કાપી હતી. આ સમગ્ર ઉજવણીમાં 10 કે તેથી વધુ જેટલા લોકો ત્યાં હાજર હતા, જેમાં તેઓ માસ્ક વગર જ ત્યાં હાજર હતા. કોઈએ માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર બાબત સામે આવી હતી. વિશાલ ઉર્ફે મોન્ટુ મુકેશભાઈ પંડ્યા (રહે.નારાયણ બંગલોઝ માધવ ફાર્મ પાછળ વસ્ત્રાલ), બ્રિજેશકુમાર યજ્ઞેશકુમાર મહેતા (રહે:ઈ/304, વૃંદાવનવિહાર ફ્લેટ આર.એફ. કેમ્પની સામે વસ્ત્રાલ), આશિષકુમાર બળદેવભાઈ દેસાઈ (રહે: 135, કેવડાવાળી સોસાયટી સુરેલિયા રોડ રામોલ), વિપુલભાઈ કાનજીભાઈ દેસાઈ (રહે.7/216,સત્યમનગર અમરાઈવાડી) અને રાજન કાળુભાઈ રબારી (રહે. 28,જૂની રબારી વસાહત જશોદાનગર)ની ધરપકડ કરી રાતોરાત જામીન આપી દીધા હતા.

આશિષ અને વિપુલ.
આશિષ અને વિપુલ.

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ
સૂત્રોના જણાવ્યા મુજબ, જન્મદિવસની ઉજવણીમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી પણ તેમની સાથે હતા. જોકે PI દવેના જણાવ્યા મુજબ, બંને કોન્સ્ટેબલ કેક કાપી એ પહેલાં નીકળી ગયા હતા, પરંતુ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવી જરૂરી છે કે પોલીસની હાજરીમાં જ આ રીતે તલવાર વડે કેક કાપવામાં આવી હતી? પોલીસકર્મીઓ અને આ શખસ સાથે શું કનેક્શન છે? તાજેતરમાં જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું હતું કે તલવાર, લાકડી અને દંડા જેવા હથિયારનો ઉપયોગ કરવો જાહેરનામાનો ભંગ ગણાશે ત્યારે રામોલ પોલીસ આ મામલે ગુનો નોંધશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો