સહાય:તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોને બોટ અને બોટ જાળ જેવી સાધન સામગ્રી પેટે 10 કરોડની સહાય ચૂકવાઈ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડા બાદ મંત્રી જવાહર ચાવડાએ સ્થિતિની સમિક્ષા કરી હતી - Divya Bhaskar
વાવાઝોડા બાદ મંત્રી જવાહર ચાવડાએ સ્થિતિની સમિક્ષા કરી હતી
  • અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 787 માછીમારોને 5 કરોડની સહાય મળી.
  • તાઉતે અસરગ્રસ્ત સાગરખેડૂઓને મકાન નુકસાન સહાય-કેશડોલ્સ-ઘરવખરી સહાયના કુલ 7 કરોડ 8 લાખ ચૂકવાયા.

તાજેતરમાં તાઉ-તે વાવાઝોડા સંદર્ભે માછીમારોને થયેલા આર્થિક નુકસાન સંદર્ભે સહાયરૂપ થવા ભૂતકાળમાં કયારેય ન આપ્યું હોય એવું 105 કરોડનું ઐતિહાસિક પેકેજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયું છે અને અત્યાર સુધીમાં 10 કરોડ 41 લાખની સહાય માછીમારોને તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવી છે. મંત્રી જવાહર ચાવડાએ કહ્યું હતું કે, આ પેકેજમાં સંપૂર્ણ નાશ પામેલ બોટ માટે 5 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા 10 લાખ સુધીની લોન પર 10 ટકા ના દરે વ્યાજ સહાય, અંશત: નાશ પામેલ બોટ માટે 2 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા 5 લાખ સુધીની લોન પર 10 ટકાના દરે વ્યાજ સહાય, બોટ જાળ તથા અન્ય સાધન સામગ્રીની નુકશાની પેટે 35 હજાર સુધીની સહાય, માછીમારી ખલાસીઓને ફિશિંગ બાન સમય દરમિયાન તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે બે હજારની ઉચ્ચક સહાય પણ આપવાનો રાહત પેકેજમાં સમાવેશ કરાયો છે.

113 માછીમારોને 307.27 લાખની સહાય ચુકવાઈ
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પેકેજ જાહેર થયા બાદ મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને માત્ર એક અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને 10 દિવસમાં સર્વે થયેલ તમામ બોટના લાભાર્થીઓને તેમના ખાતામાં સીધીજ ચૂકવણી કરી દેવામાં આવી છે. જેમાં પૂર્ણ નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 113 માછીમારોને 307.27 લાખની સહાય, અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 787 માછીમારોને 500.38 લાખની સહાય, માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ 821 માછીમાર લાભાર્થીને કુલ 230.08 લાખની સહાય તેઓના ખાતામાં સીધી જ ચૂકવી દેવાઈ છે. આ ઉપરાંત 77 ખલાસીઓને 1.54 લાખ નિર્વાહ ભથ્થું મળી કુલ 1041.05 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.

સહાય રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને ચુકવાઈ
તાઉતે વાવાઝોડા સંદર્ભે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર મળી કુલ પાંચ જિલ્લાઓમાં દરિયાકાંઠા વિસ્તારમાં મત્સ્યોદ્યોગ વિભાગની રૂપિયા 10.41 કરોડની સહાય ઉપરાંત અન્ય સહાય એટલે કે મકાન-ઝૂંપડાને નૂકશાન સહાય, કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાય પેટે કુલ 7 કરોડ 8 લાખ મળી સમગ્રતયા કુલ 17 કરોડ 49 લાખની સહાય રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને ચૂકવવામાં આવી છે.

નુકસાન પામેલ 31 બોટની સહાય અરજી મળેલ છે
જેમાં જાફરાબાદ ખાતે 5780 લાખના ખર્ચે હયાત જેટીનું વિસ્તરણ કરી 500મી. લંબાઈની નવી જેટી બનાવવી, બ્રેક વોટરની દુરસ્તી, લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી, ટી જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી, હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને (હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે. અમરેલી જીલ્લાના જાફરાબાદ ખાતે 39 બોટ વાવાઝોડા દરમિયાન ટગ સાથે અથડાવાના કારણે નુકસાન પામેલ જે પૈકી 31 બોટની સહાય અરજી મળેલ છે. જેની સહાય ચૂકવણી દિન-2 માં કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...